ક્રાઈમ: નાડાતોડ ગામમાં મહિલાને ગાળો કેમ આપી કહેતાં એક ઉપર ચપ્પુથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અમારા ખેતરમાંથી ઘાસ કેમ કાપે છે કહી ગાળાગાળી કરી હતી
  • નાડાતોડના બે હુમલાખોર ભાઇઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામના દિનેશભાઇ પવલાભાઇ ભીલે બે વર્ષ અગાઉ નરેશભાઇ ગોવિંદભાઇ હરિજન પાસેથી ગીરવે લીધેલા ખેતરમાં તેમની પત્ની ચંપાબેન દિનેશભાઇ ઘાસ કાપતી હતી.

ત્યારે વિક્રમભાઇ જુવાનસિંહ હરિજન તથા તીતાભાઇ જુવાનસિંહ હરિજનનું ખેતર પણ તેમના ખેતરના એક જ શેડે આવેલ હોય તેઓ બન્ને જણા ચંપાબેનને આ ખેતરમાંથી તુ ઘાસ કેમ કાપે છે. આ ખેતર અમારૂ છે તેમ કહી ગાળો બોલતા હતા. જેથી નરેશભાઇ હરિજને ત્યાં જઇ ચંપાબેનને ગાળો કેમ બોલો છો ખેતર મારૂ છે અને મેં ગીરવા પેટે આપેલુ છે તેમ કહેતા વિક્રમ જુવાન હરિજન એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી તેના હાથમાનું ચપ્પુ નરેશભાઇને મારી દેતાં જમણી બાજુના ખભા ઉપર ઇજા થઇ હતી.

તેમજ પગના અંગુઠા પાસે મારી દેતાં ચામડી ફાડી નાખી લોહી લુહાણ કર્યા હતા. તથા તીતાભાઇએ ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન બુમાબુમ થતાં બન્ને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપતા જતા રહ્યા હતા. આ સંદર્ભે બંને હુમલાખોરો હુમલાખોરો વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: