ક્રાઈમ: દેવગઢ બારિયા તાલુકામાંથી યુવતીનું અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ, બે મહિના બાદ છટકેલી યુવતી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારીયા તાલુકાની યુવતિનું યુવક દ્વારા બળપૂર્વક અપહરણ કરાયુ હતું.બોલેરોમાં બેસાડી પાવાગઢ તેમજ સુરત મુકામે જુદી-જુદી જગ્યાએ લઈ જઈ યુવતિની મરજી વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ ગુજારતો હતો. દેવગઢ બારિયા તાલુકાના રામા ગામે ડાયરા ફળિયામાં રહેતો ભાવસિંગ ભાઈ રત્નાભાઈ ડાયરા દ્વારા તારીખ 24મી સપ્ટેમ્બર ના રોજ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી 30 વર્ષીય યુવતિ જે સમયે ખેતરમાં કામ કરી રહી હતી. તે સમયે આ ભાવસિંગ બોલેરો ગાડી લઈ તને લઈ જવી છે.

અને પત્ની તરીકે રાખવી છે, તારા છુટાછેડા મારા કાકાના દીકરા અશ્વિનભાઈ સાથે થઈ ગયેલ છે તો તું ચાલ મારી સાથે તેમ કહી યુવતિ પાસે આવી બળજબરીપૂર્વક બોલેરોમાં અપહરણ કરી ગયો હતો. યુવતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને પાવાગઢ ની બાજુમાં આવેલ કોઈક ગામ તરફ લઈ જઈ રમણભાઈ નામક વ્યક્તિના ઘરે લઈ ગયો હતો.

અમે મજૂરી કામ માટે આવ્યા છીએ તેમ જણાવી ત્યાં રૂમ રાખી હતી. યુવતિ ની મરજી વિરુદ્ધ ભાવસિંગભાઈ દ્વારા બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને સુરત લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ આચર્યુ હતું. બે માસ બાદ છટકીને ઘરે આવેલી યુવતિએ અંતે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: