ક્રાઈમ: દેલસરમાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- મકાન ઉપર ચઢી બારી ઉપર બનાવેલા બાકોરા વાટે ઘરમાં પ્રવેશ કર્યો હતો
- તિજોરીમાં રાખેલા રૂપિયા 20 હજારના સોના-ચાંદીના દાગીના લઇ ગયા
દાહોદ તાલુકાના દેલસર ગામમાં એક પરિવાર છોકરીની અંતિમવિધીમાં ગયા અને તસ્કરો ઉપર ચઢી બારીના ઉપરના ભાગે બનાવેલા બોકારા દ્વારા ઘરમાં પ્રવેશ કરી તીજોરીનું તાળુ તોડી સોના-ચાંદીના દાગીના મળી કુલ 20,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગયા હતાં. આ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
દાહોદ તાલુકાના દેલસર ગામમાં ડામોર ફળિયામાં રહેતા નિકુંજભાઇ કિરીટભાઇ પંચાલ તેમના પરિવાર સાથે તા.18મીના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં સામાજીક કામ અર્થે ઘરને તાળુ મારી તેમના મામાના ઘરે ગાંગરડી ગામે ગયા હતા. અને ત્યાંથી તા.19મીના રોજ મધ્યપ્રદેશના વરઝર ગામે રહેતી તેમની બહેનનું અવસાન થતાં સવારના સમયે ગાંગરડીથી વરઝર અંતિમ વિધીમાં ગયા હતા. આ સમય દરમિયાન ચોર તસ્કરોએ નિકુંજભાઇના બંધ ઘરને નિશાન બનાવી ઘર ઉપર ચડી બારીના ઉપરના ભાગે બનાવેલા બાકોરૂ દ્વારા પ્રવેશ કરી ઘરમાં મુકી રાખેલી તીજોરીનું તાળુ તોડી સામાન વેરવીખેર કરી અંદર મુકી રાખેલા સોનાની 13 ગ્રામ વજનની સોનાની 2 ચેન કિં 8,000, જુની સોનાની કડી આશરે 4 ગ્રામ વજનની કિં 3,000, જુની સોનાની વિટી 4 ગ્રામ વજનની કિં 3,000, ચાંદીનો કંદોરો તથા પાયલ 500 ગ્રામ વજન જેની કિંમત આશરે 6,000 મળી કુલ 20,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. વરઝર ગામેથી અંતિમ વિધી પતાવી સાંજે પરત આવ્યા ત્યારે ઘરમાં તિજોરીનું લોક તુટેલ અને સામાન અસ્તવ્યસ્ત જોવા મળતાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ સંદર્ભે નિકુંજભાઇએ દાહોદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed