ક્રાઈમ: ટોલનાકા પર ટ્રાફિક કેમ છે પૂછતાં કાર ચાલક પર કર્મીઓનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અમદાવાદથી મહારાષ્ટ્ર જવા કાર લઇને નીકળ્યા હતાં
  • ભથવાડા ટોલનાકાના કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદના શાસ્ત્રીનગર નારાયણપુરાના દેવેન ગોવીંદ દેસાઇ તથા તેમનો છોકરો પ્રશન્નજીત દેસાઇ તથા છોકરાની પત્ની પ્રાચી કોઇ કામ અર્થે મહારાષ્ટ્રના નાગપુર જવા માટે કાર લઇને નિકળ્યા હતા. ત્યારે ગોધરાથી આગળ જતાં ભથવાડા ટોલનાકે ટ્રાફીક જામ રહેતા ટ્રાફીક જામ કેમ છે અમને જવામાં મોડુ થાય છે તેમ ટોલનાકાવાળાને પુછ્યુ હતું. ટોલનાકાનો એક કર્મચારી ઉંચા અવાજે બોલવા લાગ્યો હતો.

જેથી તમે કેમ ઉગ્ર થઇને વાત કરો છો તેમ કહેતા ટોલનાકામાં ફરજ બજાવતાં બે કર્મચારી દોડી આવ્યા હતાં. દેવેનભાઇ સાથે ઝપાઝપી કરી હુમલો કરી મુક્કા વડે માર મારવા લાગ્યો હતો અને હાથમાંથી ઘડીયાળ પણ તુટી ગઇ હતી અને ચશ્મા પણ તોડી નાખ્યા હતા અને બીજા કર્મચારીઓએ આવી ગાડીના બોનેટના ભાગે મારી નુકસાન કર્યુ હતું. તેમજ તેમના છોકરા અને પુત્રવધુને પણ ગાળા ગાળી કરી ધમકીઓ આપી હતી. આ સંદર્ભે દેવેન દેસાઇએ દેવગઢ બારિયા પોલીસ મથકે ટોલનાકાના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: