ક્રાઈમ: ઓછા ભાવે લોખંડ આપવાનું કહી વેપારી સાથે 4.63 લાખની ઠગાઇ, ભાવનગરના બે ગઠિયાએ માલ ન મોકલી રૂપિયા પણ પરત ન આપ્યા
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Fraud Of Rs 4.63 Lakh With A Trader For Giving Iron At A Lower Price, Two Gangsters From Bhavnagar Did Not Send The Goods And Did Not Return The Money
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
બજારભાવ કરતા ઓછા ભાવ લોખંડના સળીયા તથા પતરા ખરીદવાની લાલચમાં દે.બારીયાના એક વેપારીએ એડવાન્સમા પૈસા મોકલી આપ્યા છતા ભાવનગરના બે ગઠીયાઓએ માલ નહીં મોકલી રૂપિયા પણ પરત આપ્યા ન હતાં. ઠગાઇ થઇ હોવાનું જણાતાં 4.63 લાખની ઠગાઇ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દેવગઢ બારીયામાં ધાનપુર રોડ પર રહેતા અને પધ્માવતી સેલ્સ એજન્સી નામની સીમેન્ટ, પતરા તથા લોખંડના સળીયાની દુકાન ચલાવતા અમરબાબુ ચંદનબાબુ જૈનને દલાલીનુ કામ કરતા ભાવનગરના સિહોર ગામના શૈલષભાઈ વેદાણીએ તમો ભાવનગરની કરણ એસોસીએટમાંથી લોખંડની ખરીદી કરો તો બજાર ભાવ કરતા એક કિલોએ 1 રૂપિયો 20 પૈસા ઓછા ભાવે મળશે તેવી વાત કરી હતી.
અમરબાબુ જૈને કરણ એસોસીએટના માલીક આશીષભાઈને વાત કરતા આશિષભાઈએ એડવાન્સ પૈસા જમા કરવા તો જ બજાર ભાવ કરતા ઓછા ભાવ મળશે તેવી વાત કરી હતી. વિશ્વાસ અને ભરોસો આપતા અમરબાબુ જૈને લોખંડના સળીયાની એક ગાડીનો 29 જુલાઇ 2019ના રોજ ઓર્ડર આપી એડવાન્સ પેટ 4,63,546 રૂપિયા જમા કરાવ્યા હતા.પરંતુ શૈલેષભાઈ વેદાણી નામના દલાલ તથા કરણ એસોસીએટના માલિક આશિષભાઈ એકબીજાના મેળપીપણાથી દે.બારીયાના પદ્માવતિ સેલ એજન્સીના માલિક અમરબાબુ જૈન સાથે વિશ્વાસઘાત કરી એક ગાડી સીમેન્ટના સળીયા નહી મોકલી છેતરપીંડી કરી હતી. અવાર-નવારની માગણી છતાં રૂપિયા પરત નહીં આપતાં ભાવનગરના દલાલ શૈલેષભાઈ વેદાણી તથા આશીષભાઈ સામે ગુનો દાખલ કરાયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed