ક્રાઈમ: ‘અહી કેમ આવ્યો દારૂના રૂપિયા આપીને જા’ કહી કારચાલકને માર્યો, ચાકલિયામાં કારના બોનેટ પર લાકડી મારતા નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના શૈલેષભાઇ રમણભાઇ મુનિયા તથા તેમની પત્ની સર્મીલાબેન અને 8 માસની છોકરી સાથે તેમના મોટાભાઇની બોલેરો લઇને તેમની સાસરી ચાકલીયા અને ત્યાંથી બીજા લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બોલેરો ગાડી લઇને પરત ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં બોરસદ પ્રાથમિક શાળા નજીક પ્રદીપ નવરસીંગ વાઘેલા તેની સાથે અન્ય એક વ્યક્તિ બોલેરો ગાડી લઇ આવી શૈલેષભાઇની ગાડીને ઓવરટેક કરી ઉભી રખાવી હતી.

અને પ્રદીપે શૈલેષભાઇની ગાડીની ચાવી ખેંચી લઇ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી શૈલેષભાઇએ ગાળો બોલવાની ના પાડી ગાડીની ચાવી માંગતા તુ અહિયા કેમ આવ્યો છે મને દારૂ પીવાના પૈસા આપતો જા તેમ કહી પ્રદીપે ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી તેની ગાડીમાંથી લાકડી લઇ આવી શૈલેષને ગાડીમાંથી નીચે ઉતારી ડાબા પગે સાથળમાં તેમજ જમણા હાથના બા‌વળા ઉપર લાકડીના ફટકા મારી માર મારતા તેમની પત્નીએ બુમાબુમ કરી વધુ મારમાંથી છોડાવ્યા હતા. સાથે પ્રદીપે ગાડીના સાઇડના કાચ તોડી નાખી બોનેટ ઉપર લાકડીના ફટકા મારી નુકસાન કર્યુ હતું. આ સંદર્ભે શૈલેષભાઇ રમણભાઇ મુનિયાએ લીમડી પોલીસ મથકે પ્રદીપ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: