ક્રાઇમ: 7 માસ પૂર્વેના દુષ્કર્મમાં સગીરાને જાનથી મારવાની ધમકી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસ્વીર

  • સગીરાએ ઉચવાણ ગામના યુવક સામે ફરિયાદ નોંધાવી

દેવગઢ બારિયા તાલુકામાં છથી સાત મહિના અગાઉ એક સગીરાને પાનમ નદીના ધેડમાં લઇ જઇ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યાર બાદ પણ અવાર નવાર ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતાં કસુવાવડ થઇ હતી.

દેવગઢ બારિયા તાલુકાની યુવતી છ થી સાત મહિના અગાઉ સવારે પાનમ નદીના ધેડમાં ગઇ હતી. ઉચવાણ ગામનો વિજય રમેશ વાઘરી આ સગીરા પાસે ગયો હતો અને બળજબરીપૂર્વક તેનો હાથ પકડી નદીના ધેડમાં આવેલ ઝાડીઓમાં લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ નહીં તો તને મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. ધમકીઓ આપવા છતાં સગીરાના નહીં માનતા વિજયે તેની સાથે જબરજસ્તી કરી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. ત્યાર બાદ સગીરાને અવાર નવાર ધમકીઓ આપી વારંવાર તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. જેના કારણે સગીરાના ગર્ભ રહી જતાં કસુવાવડ થઇ થઇ હતી.

આખરે સગીરાએ વિજય રમેશ વાઘરી વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ અને પોસ્કો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: