ક્રાઇમ: હિરોલામાં મહિલા ઉમેદવારના દાગીના ઉતરાવ્યા, જાફરપુરામાં હવામાં ફાયરિંગ, ટોળા સામે બે ગુના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મહિલાઓ તેમની ફોરવ્હીલમાં બેસી ભાગતા ગાડી રોકાવી પથ્થરમારો કર્યો

ઝાલોદ તાલુકાના હિરોલા અને જાફરપુરા ગામે ચુંટણી સબંધિ અદાવત રાખીને મહિલા ઉમેદવારના દાગીના ઉતરાવવા સાથે હવામાં ફાયરિંગ અને ગાડીઓની તોડફોડના બનાવો બન્યા હતાં. આ અંગે ઝાલોદ પોલીસે ટોળા સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલોદ તાલુકાના હિરોલા ગામે રહેતાં કાન્તાબેન સંગાડાએ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભુપેન્દ્ર સંગાડાએ ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ ઉમેદવાર કાન્તાબેન તેમની સમર્થક રીનાબેન અને ગંગાબેને મતદાન મથકમાં હાજર રહીને બોગસ મતદાન કરવા દીધુ ન હતું. જેથી દિવસ દરમિયાન બોલાચાલી પણ થઇ હતી. આ અદાવત રાખીને સાંજે મતદાન પુરૂ થયા બાદ ભુપેન્દ્રભાઇ સહિતના ટોળાએ અમે સરપંચના માણસો છીએ, અમારી સામે ઉમેદવારી કેમ કરી છે, અમારો ઘણો ખર્ચ થઇ ગયો છે કહીને ઉમેદવાર કાન્તાબેન અને રીનાબેને પહેરેલા 1.12 લાખ રૂપિયાની કિંમતના દાગીના બળજબરીથી ઉતરાવી લીધા હતાં. આ વખતે મહિલાઓ તેમની ફોરવ્હીલમાં બેસી ભાગતા ઓવરટેક કરીને કુંડા ગામે ગાડી રોકાવી પથ્થરમારો કરીને નુકસાન કરવા સાથે મારામારી કરીને મોતની ધમકી આપી હતી. આ અંગે ઝાલોદ પોલીસે 45 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો.

તેવી જ રીતે ઝાલોદના જાફરપુરા ગામના ધર્મેન્દ્ર શંકર ડામોર સહિતના ટોળાએ મુખ્ય પ્રાથમિક શાળાના પરિસરમાં અમારી સામે ઉમેદવારી કેમ નોંધાવી છે કહીને મોતની ધમકી આપીને ટોળામાંથી ધર્મેશ ડામોરે માઉઝરથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ સાથે ત્યાંથી પસાર થતાં વગેલા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારના પિતા ભાવસિંગભાઇ વાઘેલાની ગાડી ઉપર પથ્થર મારો કરીને નુકસાન કર્યુ હતું. આ બનાવ અંગે બળવંતભાઇ મછારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: