ક્રાઇમ: રેબારીમાં યુવતીને રસ્તામાં રોકી યુવકે દુષ્કર્મ આચર્યું, અભેસિંગ કોળી સામે યુવતીની ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામની એક 18 વર્ષિય યુવતી સવારના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરની સામે કોપમાં કુદરતી હાજરે ગઇ હતી.
તે દરમિયાન રેબારી ગામનો અભેસિંગ રામસિંગ કોળી ત્યાં આવ્યો હતો અને યુવતીનો હાથ પકડી તેની સાથે જોરજબરજસ્તી કરી જમીન ઉપર પાડી દઇ તેની ઓઢણીથી મો ઢાંકી તેના કપડા ઉતારી યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ જો આ વાત તુ ઘરે કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
આ સંદર્ભે ભોગ બનનાર યુવતીએ આરોપી અભેસિંગ રામસિંગ કોળી વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયેદસરની કાર્યવાહી આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Related News
સુવિધા: દાહોદમાં કોરોનાનું સંક્રમણ વધતા નવા 8 સ્થળો પર 708 બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
પોલીસની તવાઈ: ગરબાડાના પાટીયા ગામે મોટા અવાજે ડીજે વગાડનારા ઈસમ સામે કાર્યવાહી, પોલીસે ગુનો નોંધી ડીજે જપ્ત કર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed