ક્રાઇમ: રામપુરા ગામે હત્યાની અદાવતમાં આરોપીના ફળિયાના ઘરોમાં તોડફોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હુમલો કરનાર 19 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી
  • 15 ફેબ્રુ.એ બોરવાણી રેલવે ટ્રેક પાસેથી લાશ મળી હતી

દાહોદના બોરવાણી રેલવે ટ્રેક પાસેથી 15 ફેબ્રુઆરીના રોજ મળેલી લાશના હત્યાના ગુનામાં એક મહિલા તથા અન્ય લોકોના નામ ખુલતા તેની અદાવતમાં આરોપીઓના ફળિયામાં ટોળાએ હુમલો કરી ઘરના નળીયા સામાન સહિતનો સામાન તોડફોડ કરી હતી. આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

રામપુરા ગામના રમુડાભાઇ મનસુકભાઇ મેડાનો લાશ 15 ફેબ્રુઆરીના રોજ બોરવાણી ગામની રેલવે ટ્રેક પાસેથી મળી આવી હતી. જેની પોલીસની તપાસમા હત્યા કરનાર તેમના ફળિયામાં રહેતી સુરતાબેન વસંતભાઇ ભુરીયા તથા અન્ય લોકોના નામો ખુલતા તેની અદાવત રાખી તા.7 માર્ચના રોજ સાંજના સમયે આરોપોના ફળિયામાં રહેતા ગનીયાભાઇ મકુભાઇ ભુરીયા તથા તેમની પત્ની અને માતા પિતા ઘરે હતા. તે દરમિયાન રામપુરા ગામના મેડા ફળિયામાં રહેતા રમકા મનસુખ મેડા, દિના મનસુખ મેડા, સંજય મનસુખ મેડા, બાબુ નરસિંગ મેડા, રમેશ નરસિંગ મેડા, હવલા સમસુ મેડા, વિનોદ વાલંચ મેડા, રાહુલ રમેશ મેડા, શના રમેશ મેડા, શૈલેષ ખસના મેડા, મોઇલા રમણ મેડા, સંતોષ લક્ષ્મણ સંગાડીયા, ધર્મેશ રાજુ મેડા, સંતોષ લક્ષ્મણ સંગાડીયા, ધર્મેશ રાજુ મેડા, કંબોઇના રમેશ તેરસિંગ તડવી, દિપસિંગ તડવી, રોઝમનો મંગા વિરસિંગ સંગાડા ગેરકાયદેસર મંડળી બનાવી હાથોમાં ધારીયા, ડાંગો, તીર કામઠા, કુહાડી જેવા મારક હથિયારો સાથે ધસી આવી ગાળો બોલતા જઇ કીકીયારીઓ કરતા તેઓના ઘરો તરફ આવી બિભત્સ ગાળો બોલી કહેવા લાગેલ કે તમો ભુરીયા ફળીયાના માણસોએ અમારા મેડા ફળીયાના રમુડાભાઇ મનસુખભાઇ મેડાને મારી નાખેલ છે તમને ગામમાં રહેવા નથી દેવાના કહી ફળિયાના ઘરોમાં ગેરકાયદે રીતે અંદર પ્રવેશ કરી ઘરોની અંદર પડેલ સામાનની અને ઘરના નડીયાઓની તોડફોડ કરી હતી. તેમજ ઘરોની બહાર પડેલ સાયકલ, પાણીની મોટર કાપી નાખેલ તથા સામાનની અને ખેતરોમાં તૈયાર થયેલ ચણાના ઉભા પાકને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ભાગી ગયા હતા. આ સંદર્ભે ગનીયાભાઇ ભુરીયાએ હુમલાખોર 19ના ટોળા સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: