ક્રાઇમ: મીરાખેડીમાં ઢોર ચરાવવા તેમજ છોકરાના ઝઘડા મુદ્દે એકને માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તની પત્નીએ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામના ગામતળ ફળિયામાં રહેતા ચીમનભાઇ લીંબાભાઇએ પંચના આગેવાનોને ભેગા કરી સુરેશભાઇ રમસુભાઇ મહીડાના ઘરે ઢોરો ચરાવવા તેમજ છોકરાઓના ઝઘડા બાબતે પંચના માણસો તેમના ત્યાં મોકલ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે સવારના નવેક વાગ્યાના અરસામાં ચીમન લીંબા ભુરીયા, બદીયા લીંબા ભુરીયા, અંબુડા ચુનીયા ભુરીયા, મોહન ભીમા ભુરીયા તથા અનીલ ટીટા ભુરીયા સુરેશભાઇ તથા તેમના પિતાને બિભત્સ ગાળો બોલતા જઇ તેમના ઘર તરફ દોડી આવ્યા હતા અને રસ્તાથી લાકડાના ડફણા હાથમાં લઇ આવી ચીમન લીંબાએ સુરેશભાઇને મારતાં માથામાં મારી લોહી લૂહાણ હાલતમાં નીચે પડી જતાં બાકીના લોકોએ પણ તેને માર માર્યો હતો.

આ દરમિયાન બૂમાબૂમ થતાં લોકો દોડી આવતાં હુમલાખોરો છૂટા પથ્થરો મારતા મારતા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા તેમના ઘર તરફ જતા રહ્યા હતા. ત્યાર બાદ 108 દ્વારા સુરેશભાઇને દાહોદના ખાનગી દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે ઇજાગ્રસ્તની પત્ની સુરતાબેન સુરેશભાઇ મહીડાએ લીમડી પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: