ક્રાઇમ: મલેકપુરમાં શેઢા પાળીની અદાવતે બે મહિલા સહિત ચાર ઉપર હુમલો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 13 લોકોના ટોળાએ ધિંગાણું મચાવી કરેલો હિંસક હુમલો

સીંગવડ તાલુકાના મલેકપુર ગામે ખેતરના શેઢાપાળીની અદાવત રાખે મહિલા સહિત 13 લોકોના ટોળાએ હુમલો કરીને બે મહિલા સહિત 4 લોકોને ઘાયલ કર્યા હતાં. મલેકપુર ગામે રહેતા લીમ્બાભાઈ બલકાભાઈ, વિરલભાઈ અરવિંદભાઈ શીરીષભાઈ ધનાભાઈષ નીતાબેન અરવિંદભાઈ, ગજેન્દ્રભાઈ શાંતિલાલ, સંજયભાઈ સામજીભાઈ, શાંતાબેન ધનાભાઈ, લીલાબેન ધનાભાઈષ રાયલીબેન હકલાભાઈ, વિરસીંગભાઈ બલકાભાઈ, સુમિત્રાબેન વરસીંગભાઈ, નરેશભાઈ હકલાભાઈ, મંગુડીબેન સોનાભાઈ તમામ જાતે કટારાએ 6 જુનના રોજ પોતાની સાથે લાકડીઓ, મારક હથિયારો ધારણ કરી ગામમાં રહેતાં મગનભાઈ માનાભાઈ ડામોરના ઘર તરફ ધસી ગયા હતાં.

​​​​​​​ખેતરના શેઢાપાળી બાબતની અદાવત રાખી ગાળો બોલીને મગનભાઈ, સુરસીંગભાઈ, શીતલબેન અને રમીલાબેનને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારીને હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.

આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં ખળભળાટ મચી ગયો હતો. આ સંબંધે ઈજાગ્રસ્ત મગનભાઈ માનાભાઈ ડામોરે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: