ક્રાઇમ: બોરીયાળા ગામે ગૌવંશની કતલ કરનારા ચાર સામે ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એક ઝડપાયો : ત્રણ ફરાર : 28 હજારનું માંસ જપ્ત કરાયું

બોરીયાળા ગામે ચાર જેટલા વ્યક્તિઓએ માસ માટે કોતરમાં ગૌવંશનું કતલ કરી નાખ્યુ હતું. આ વખતે પોલીસે છાપો મારતાં ત્રણ ફરાર થઇ ગયા હતા જ્યારે એકને ઝડપી પાડવામાં આવ્યો હતો. 28 હજારનું ગૌવંશ માસ જપ્ત કરીને પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના વિપુલભાઈ માનસીંગભાઈ ડામોર,તુષારભાઇ રમેશભાઈ ખરાડ,વાંકીયા ગામના રાજુભાઈ કેશાભાઈ કટારા અને મલાભાઈ ચુનીયાભાઈ કટારા ૧૯મી જાન્યુઆરીના રોજ ગામમાં આવેલા દિવાનીયાવાડ સીમાડાની કોતરમાં માસ માટે ગૌવંશનું કતલ કર્યું હતું. આની બાતમી મળતાં પોલીસે છાપો માર્યો હતો. પોલીસને જોઇને યુવકોમાં નાસભાગ મચી ગઇ હતી.

પોલીસે પીછો કરીને વીપુલને ઝડપી પાડ્યો હતો જ્યારે ત્રણ યુવકો મોટર સાઇકલ ઉપર નાસી છુટ્યા હતાં. પોલીસે સ્થળ પરથી રૂા.28000ની કિંમતનું ગૌમાંસ કબજે લીધુ હતું.આ ઘટના મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પરિક્ષણ માટે સેમ્પલ મોકલીને માંસને જમીનમાં દાટી દઇને નાશ કરી દીધો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: