ક્રાઇમ: બોરગોટામાં બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું મહિલા સહિત 6 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બન્ને પક્ષોની સામસામે ફરિયાદ
  • પોલીસે 18 શખ્સો સામે ગુનો નોંધ્યો

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે બે પક્ષો વચ્ચે થયેલ ધિંગાણામાં લાકડી, લોખંડની પાઇપ, પથ્થરોથી હુમલો કરતા એક મહિલા સહિત છ લોકો ઘાયલ થયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોર ગોટા ગામના ભોભર ફળિયામાં રહેતા અલ્પેશ રમેશ ભાભોર, વિક્રમ બાબુ ભાભોર, રમેશ મતા ભાભોર, પર્વત મતા ભાભોર, સુરેશ પર્વત ભાભોર, અશોક પર્વત ભાભોર, રોશન પર્વત ભાભોર એક સંપ થઇ મારક હથિયારો સાથે આવી બોરગોટા ગામના બાબુભાઇ નરવતભાઇ ભાભોરને તુ મોટો નોકરી વાળો તને અમારા સમાજમાંથી નિકાળી મુક્યો છે તો તુ અમારી જમીન બાજુ આંટાફેરા કેમ મારે છે તેમ કહી ગડદાપાટુનો માર મારી તેમજ લાકડીના ફટકા મારી ટોળામાંથી એકે કમ્મરના ભાગે ચપ્પુની અણી મારી દેતાં ચામડી કપાઇ લોહીલુહાણ થયા હતા. તમામે જાનથી મારી નાખ‌વાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે પણ બાબુ નરવત ભાભોર, પ્રિયંકા બાબુ ભાભોર, નરવત પારસીંગ ભાભોર, સુભાષ રૂપસીંગ સંગાડા, અલ્પેશ રૂપસીંગ સંગાડા, રવિ લીમસીંગ સંગાડા, શાન્તાબેન નરવત ભાભોર, વિમળાબેન બાબુ ભાભોર, દીપીકાબેન બાબુ ભાભોર, કોમલબેન બાબુ ભાભોર, લીમસીંગ સોમા સંગાડા પણ એક સંપ થઇ મારક હથિયારો ધારણ કરી બોરગોટાના રમેશભાઇ મતાભાઇ ભાભોર કડીયાકામેથી ઘરે જતાં હતા.

ત્યારે તેમને રસ્તામાં રોકી તમો બારિયા કુટુંબમાં કેમ મકાનોનું ચણતર કામ કરવા આવો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ લોખંડની પાઇપ તથા લાકડી વડે હુમલો કરી કોણીના ભાગે તથા હાથના અંગુઠા તેમજ માથામાં ઇજા પહોંચાડી હતી. તેમજ મસુરીબેન મતાભાઇ ભાભોર, અલ્પેશભાઇ રમેશભાઇ ભાભોર, પર્વતભાઇ મતાભાઇ ભાભોર પણ પાઇપ લોખંડની પાઇપ તથા છુટ્ટા પથ્થરો મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે સામસામે ગુનો નોંધાવતા રંધીકપુર પોલીસે 18 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: