ક્રાઇમ: પુત્રીને મળવા આવેલ માતા-પિતા સાથે તકરાર : માતાને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અમારા ઘરે કેમ આવ્યા છો કહી જમાઇ સહિતનાએ માર્યા

દાહોદ જિલ્લાના બાવકામાં પુત્રીને સાસરીમાં મળવા આવેલા માતા-પિતા સાથે તકરાર કરી માતા સાથે મારામારી કરતાં પતિ, જેઠ તથા સાસુ સસરા સામે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાવકાની પરણિતા દિવ્યાબેન મહેશભાઇ પરમારના પિતા દિનેશભાઇ રાઠોડ તથા માતા નીતાબેન તેમની દિકરીને મળવા માટે તેના ઘરે ગયા હતા.

ત્યારે દિવ્યાના પતિ મહેશભાઇ પરમાર તથા જેઠ જીગરભાઇ પરમાર ઘરે આવ્યા હતા. દિવ્યાબેનના માતા પિતાને ગમેતેમ બોલી તમે કેમ મારા ઘરે આવ્યા છો તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ દિવ્યાબેનને ગડદાપાટુનો માર મારતા વચ્ચે છોડાવવા પડેલ માતાને તેમના સસરા કુબેરભાઇએ વાળ પકડી નીચે પાડી દીધા હતા.

સાસુ કલાબેને પણ દિવ્યાબેનને તથા તેમની માતાને માર માર્યો હતો. ગભરાઇ ગયેલા દિવ્યાબેનના માતા પિતા ત્યાંથી જતા રહ્યા હતા. ચારેય જણા ઘરમાં લઇ જઇ પતિ મહેશે દિવ્યાબેનને કોઇક ગોળી પીવડાવ્યા બાદ માર મારતાં બેભાઇ થઇ ગયા હતા. આ દરમિયાન કોઇકે 108ને જાણ કરી બોલાવી દિવ્યાબેનને દાહોદ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે દિવ્યાબેને પતિ, જેઠ તથા સાસુ સસરા વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: