ક્રાઇમ: પાંચીયાસાળમાં પોલીસને જોઇ દારૂ સાથે બાક ફેંકી ખેપિયો ફરાર

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ-મોટરસાયકલ મળી 48,280નો મુદ્દામાલ જપ્ત

સાગટાળાના પાંચીયાસાળમાં પોલીસને જોઇ દારૂની ખેપ મારતો ખેપિયો દારૂ સહિત મોટર સાયકલ ફેંકી નાસી ગયો હતો. પોલીસે રૂા.25,200નો દારૂ અને બાઇક મળી રૂા.48,280નો મુદ્દામાલ જપ્ત કરી ખેપિયા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ. રાઠવા તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે એક વ્યક્તિ મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ લઇને આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પાંચીયાસાળ ગામના કુંકળીયા ફળિયા તરફ જતાં રસ્તા ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે બાતમી વાળી મોટર સાયકલના આવતા તેના ચાલક પોલીસને જોઇ દારૂના જથ્થા સાથે મોટર સાયકલ મુકી ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ અંધારાનો લાભ લઇ ખેપિયો નાસી ગયો હતો. પોલીસે બાઇક ઉપર લાગેલા લગડાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ, બીયરની પેટીઓ નંગ 3 જેમાં કુલ 72 બોટલ તથા પ્લાસ્ટીકના હોલની નંગ 4 પેટી જેમાં કુલ નંગ 48 બોટલ મળી કુલ 25,200 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો તથા મોટર સાયકલ જેની કિંમત રૂા.15,000 મળી કુલ 48,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલા ખેપિયા વિરૂદ્ધ સાગટાળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: