ક્રાઇમ: પતિએ ટ્રેક્ટર ચઢાવી હત્યા કરી માર્ગ અકસ્માતનો ગુનો નોંધાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • આડા સબંધની અદાવતમાં વર્ષ પહેલાં આચરેલું ગુનાઇત કૃત્ય
  • સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામની ઘટનાં, પોલીસનો ઘટસ્ફોટ

સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતાં શિલ્પનભાઈ લક્ષ્મણભાઈ બારિયાને તેની પત્ની સુમિત્રાના અન્ય પુરૂષ સાથે આડા સબંધ હોવાના વહેમથી પીડાતો હતો. જેથી ગત 26 ડિસેમ્બર 2019ની સાંજના 7.30 વાગ્યાના અરસામાં તેને નદી બાજુ ફરવા જવાનું કહીને એકાંત સ્થળે લઇ ગયો હતો. ત્યાં સુમિત્રાના માથામાં નીલગીરીના ડંડાના 5થી 7 ફટકા મારી હત્યા કરી નાખી હતી. આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે શિલ્પને પોતાનું જ ટ્રેક્ટર તેના માથે અને શરીરે ચઢાવી દીધુ હતું. પત્ની સુમિત્રાને કોઇ અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે ટક્કર મારીને મોત નીપજાવ્યુ હોવાની ફરિયાદ તેણે પોતે જ પોલીસ મથકે નોંધાવી હતી.

ઘટના શંકાસ્પદ લાગતાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા પંચમહાલ રેન્જ ગોધરા, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની સુચના મુજબ ડીવાયએસપી બી. વી જાદવ તથા એમ.જી ડામોર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલોદના માર્ગદર્શનમાં સંજેલી પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ હતું. પોલીસની ઘનિષ્ઠ પુછપરછમાં હત્યા કરી હોવાની શિલ્પને કબૂલાત કરી લીધી હતી. સંજેલી પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: