ક્રાઇમ: પંચમહાલના માજી સાંસદની ઓફિસમાંથી 3.41 લાખની ચોરી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સામાનની તોડફોડ પણ કરી, દાહોદ તાલુકા પોલીસનો ગુનો
  • ચાદરથી માંડીને એસી સુધીની વસ્તુઓ ચોરી ગયા

પંચમહાલના માજી સાંસદની દાહોદ સ્થિત ઓફિસને નીશાન બનાવીને તસ્કરો ફર્નિચર, એસી મળીને તમામ સામાનની ચોરી સાથે તોડફોડ પણ કરી ગયા હતાં. ઘટનાની જાણ થતાં માજી સાંસદે દાહોદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 3.41 લાખના મુદ્દામાલની ચોરી અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ગોધરામાં રહેતાં ગોપાલસિંહ સોલંકીની દાહોદ તા.ના ઉસવાણ ગામે પુષ્પક શોપિંગ સેન્ટરમાં ઓફિસ આવેલી છે. અંગત કારણોસર તેઓ ઓફિસે લાંબા સમયથી આવ્યા નથી. ત્યારે તસ્કરોએ તેને નિશાન બનાવી હતી. તસ્કરોએ ઓફિસમાંથી પંખા, ટ્યુબલાઈટ, વાયરીંગનો ખેંચાતાણ કરી, સ્વીચ બોર્ડ, ટેબલ, ખુરશી, સોફાસેટ, ગાદી, તકીયા, ચાદરોની ચોરી તેમજ ડાઈનીંગ ટેબલની તોડફોડ કરી નાખી હતી. આ સાથે તેઓ ઓફિસમાંથી ચાર પંખા, છ ટ્યુબ લાઇટ, ટેબલ, રિવોલ્વીંગ ખુરશી, ચાર ખુરશી, બે સોફા અને તેની ખુરશી, રેસ્ટ રૂમમાં મુકેલી ગાદલુ, ચાદરો, તકીયા, ડાઇનીંગ ટેબલની ચાર ખુરશી, સ્ટેડિંગ કિચન ઉપરનો પથ્થર તેના પાયા સાથે તસ્કરો કાઢી ગયા હતાં.

આ સાથે એસીના અંદરના બે યુનિટ અને એક બહારનો યુનિટ પણ ચોરી લીધો હતો. ઓફિસની અંદર એલ્યુમીનીયમ સેક્શન તેમજ સેક્શનના છ દરવાજાની પણ ચોરી કરી ગયા હતાં. 8 જૂને તેઓને ચોરીની જાણ થઇ હતી. પોલીસે 3,41,500ના મુદ્દામાલની ચોરી અંગે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: