ક્રાઇમ: નાનસલાઇ નજીકથી માઉઝર, એક કારતૂસ સાથે યુવક ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • ફર્લો સ્ક્વોડ, LCBએ બાતમીના આધારે ઝડપી પાડ્યો
  • 18,250નો મુદ્દામાલ જપ્ત : ઝાલોદ પોલીસ મથકે ગુનો દાખલ

દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડે બાતમી મળતાં નાનસલાઇ પીકઅપ સ્ટેન્ડ પાસેથી માઉઝર, એક કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. 18,250 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી યુવક સામે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ LCB પીઆઇ બી.ડી. શાહ, પીએસઆઇ પી.એમ.મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ આઇ.એ.સિસોદીયાને ઝાલોદ તાલુકાના નાનસલાઇ પીકઅપ સ્ટેન્ડ પાસે શેરડી રસ ઘરની આજુબાજુમાં ટી-શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ એક યુવક ગેરકાયદેસર હથિયાર રાખી વેચવાની ફિરાગમાં ફરતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરવા જતાં પોલીસને જોઇ એક વ્યક્તિ આમ તેમ થતાં પોલીસે કોર્ડન કરી તેને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતાં પોતાનું નામ ઝાલોદના નાનસલાઇનો પ્રજેશકુમાર અશ્વિનભાઇ પટેલ જણાવ્યું હતું. જ્યારે તેની અંગઝડપી કરતાં તેની પાસેથી પેન્ટના કમરના ભાગે ખોંચી રાખેલ દેશી હાથ બનાવટનું માઉઝર (પિસ્ટલ) મળી આવ્યું હતું. તેમજ ખિસ્સામાંથી એક કારતૂસ તથા એક ફોન અને 200 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. યુવક પાસેથી 15,000ની કિંમતની પિસ્ટલ, એક મોબાઇલ કિંમત રૂા.3000 તથા એક કારતૂસ કિંમત રૂા.50 મળી કુલ 18,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપી સામે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: