ક્રાઇમ: નઢેલાવ ગામમાં પરાજિત ઉમેદવારના સમર્થકો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે હારેલા ઉમેદવારની ચઢામણીથી તેના 14થી વઘુ સમર્થકોના ટોળાએ સશસ્ત્ર ધિંગાણું કર્યુ હતું. આ ઘટનામાં બે મહિલા સહિત આઠ લોકો ઘાયલ થયા હતાં. ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના ખેમચંદ માલુભાઈ મિનામા અને તેમના ઘરના માણસો પોતાના ગામના નિલેશ કાળુભાઈ ભાભોર, અવલભાઈ નબળાભાઈ પરમાર, રાજેશભાઈ બરીંગ માનસીંગભાઈ ભાભોર, ધનાભાઈ છગનભાઈ પરમાર, સોબનભાઈ માનાભાઈ પરમાર, છગનભાઈ કેશીયાભાઈ બીલવાળ, સુરેશ જોખાભાઈ ભાભોર, જશવંત સોબાનભાઈ પરમાર, અલ્વીન ધનાભાઈ પરમાર, કલ્પેશ વરસીંગભાઈ ભાભોર તથા હીતેશ જુભાઈ ભાભોર વગેરેએ એક સંપ કરી ગેરકાયદે મંડળી બનાવી લાકડી, પાવડો, તીરકામઠી જેવા મારક હથિયારો સામે ખેમચંદ માલુભાઈ મિનામા ઘરે આવી બેફામ ગાળો બોલી નિલેશ કાળુભાઈ ભાભોરને કહેલું કે જાે તમોએ ચુંટણીમા મને વોટ આપ્યો હોત તો હું જીતી જતો તેમ કહી સાથેના માણસોને ઉશ્કેરણી કરી આ લોકોને મારો તેમને ગામમાં રહેવા દેવાના નથી અને જીવતા છોડવાના નથી.

તેમ કહેતા ટોળાએ ઉશ્કેરાઈ લાકડી, તીરકામઠીનો છુટથી ઉપયોગ કરતા જવસીંગભાઈને તથા જશવંતભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. તેમજ અજીતભાઈ, લાલુભાઈ, રમીલાબેન અને વેલાબેનને પણ ગંભીર ઈજાઓ થઇ હતી તેમજ જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હોય નઢેલાવ ગામના ખેમચંદભાઈ માલુભાઈ મિનામાએ નોંધાવેલ ફરીયાદને આધારે જેસાવાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: