ક્રાઇમ: દેલસરમાં મ.પ્ર.થી બાઇક પર દારૂ લઇને આવતા બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ, બાઇક મળી રૂા. 45,920નો મુદ્દામાલ કબજે લીધો

દાહોદના દેલસરમાં મધ્યપ્રદેશથી બાઈક ઉપર વિદેશી દારૂ લઇને આવતાં બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. દારૂ અને બાઇક મળી 45,920નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકા પોલીસ મથકના PI એમ.એ.દેસાઇ તથા સ્ટાફના માણસો ગતરોજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે દેલસર ગામના ડામોર ફળિયામાં રહેતો શૈલેષ ચેતાન ડામોર તથા ગોદીરોડ ગણેશ સોસાયટીમાં રહેતો નિરંજ ધોબીના લગ્ન હોય તેના લગ્ન માટે બન્ને જણા મધ્યપ્રદેશના સાતશેરોના મહેશ દહમા નામના વ્યક્તિએ તેના ઘરેથી ભરી આપેલો વિદેશી દારૂનો જથ્થો બાઈક ઉપર લઇને આવતાં હોવાની બાતમી મળી હતી.

જેના આધારે દેલસર ગામે રોડ ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે બન્ને જણા બાઈક લઇને આવતાં તેમને રોક્યા હતા અને વચ્ચે મુકેલા થેલાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નંગ 4 પેટી જેમાં 192 બોટલ જેની કિંમત 25,920નો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો અને 20,000 કિંમતની બાઈક મળી કુલ 45,920નો મુદ્દામાલ કબજે લઇ બન્નેની ધરપકડ કરી ત્રણ સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: