ક્રાઇમ: દાહોદ સબ જેલમાં બંધ PSIએ મેસેજ કરી યુવતીને ધમકી આપી, અપહરણ-દુષ્કર્મની ફરિયાદ બાદ યુવતીની વધુ એક ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

PSI ઉમેશ નલવાયા
- ધમકીભર્યા મેસેજો સાથે પોતાની સેલ્ફી પણ મોકલતો હતો
દાહોદ જિલ્લાના વતની અને વડોદરાની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઇની અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ધરપકડ બાદ દાહોદની સબજેલમાંથી યુવતીને તે ધમકીભર્યા મેસેજ કરતો હતો. જેલમાં મોબાઇલ વાપરવા બદલ શહેર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે PSI ઉમેશની ધરપકડ કરી
ગરબાડાના આંબલી ગામના રહેવાસી અને વડોદરા શહેર ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયા સામે ઓગસ્ટમાં દાહોદની યુવતીએ અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે PSI ઉમેશની ધરપકડ કર્યા બાદ દાહોદની સબજેલમાં કાચા કામના કેદી તરીકે રાખ્યો હતો. રાબડાળ ગામના પાર્વતી નગરમાં રહેતાં મિત્ર પ્રદીપ લલ્લુ પીઠાયાની મદદથી તેણે 14 નવેમ્બરે સબ જેલમાં ફોન મગાવ્યો હતો. પ્રદીપે પોતાના નામનું સીમ આપ્યું હતું. ઉમેશ મોબાઇલ દ્વારા યુવતીને ધમકીભર્યા મેસેજ કરવા સાથે સેલ્ફી પણ મોકલતો હતો. યુવતીની ફરિયાદ આધારે ઇન્ચાર્જ પીઆઇ એચ.પી. કરેણે ઉમેશ અને તેના મિત્ર પ્રદીપ સામે ગુનો દાખલ કર્યો છે.
Related News
ભાસ્કર વિશેષ: ખેડૂતોની આવક વધારવા સેટેલાઇટથી જગ્યા નક્કી કરાશે, મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ક્લસ્ટર ફેસિલેશન પ્રોજેક્ટ શરૂ કરાશે
Gujarati News Local Gujarat Dahod To Increase The Income Of Farmers, Space Will Be DeterminedRead More
અકસ્માત: ટ્રેક્ટરની ટક્કરે રોડની સાઇડમાં ઉભેલા બે ઘાયલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલાRead More
Comments are Closed