ક્રાઇમ: દાહોદ જિલ્લામાં વધુ 2 તરુણીના અપહરણની ફરિયાદ નોંધાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- દાહોદ, ઝાલોદ તાલુકાની તરુણીના અપહરણ કરાયા
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી રોજબરોજ સગીર વયની તરૂણીઓના અપહરણના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગતરોજ દાહોદ તાલુકાના બોરખેડાની 16 વર્ષ અને 7 મહિનાની તરૂણી ખેતર બાજુ ગઇ હતી. તે દરમિયાન ઇનામી બોરડીનો જનકસિંહ રાઠોડ ત્યાં આવ્યો હતો અને સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરા ઘરે નહી આવતાં શોધખોળ કરતાં જાણવા મળેલ કે ઇનામી બોરડી ગામનો જનકસિંહ પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં તેની સામે કતવારા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. બીજા બનાવમાં પીપળીયા ગામનો સુનીલ હવસીંગ ભાભોર તા.31 માર્ચે સવારે ગામની 16 વર્ષ અને 2 મહિનાની સગીરાને પત્ની તરીકે રાખવા માટે લઇ નાસી ગયો હતો. શોધખોળ દરમિયાન પીપળીયા ગામનો સુનીલ ભાભોર અપહરણ કરી નાસી ગયો હોવાનું જાણવા મળતા સગીરાની માતાએ દોઢ મહિના બાદ સુનીલ ભાભોર વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed