ક્રાઇમ: દાહોદ જિલ્લામાંથી લગ્નના ઇરાદે બે તરુણીઓના અપહરણ, મધ્યપ્રદેશના ઢેકળ અને સાગડાપાડાના યુવકો સામે ગુનો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Kidnapping Of Two Young Women With Intent To Get Married From Dahod District, Crime Against Youths From Dhekal And Sagdapada In Madhya Pradesh
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
ખંગેલા ગામની એક 16 વર્ષ અને 10 મહિનાની તરૂણી તા.29મી એપ્રિલના રાત્રીના સમયે પોતાના ઘરમાં સુતી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પીટોલ તાલુકાના ઢેકળ ગામનો દિનેશ શકરીયા બબેરીયા રાત્રીના સમયે તેના ઘરે આવ્યો હતો અને તરૂણીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. સવારે તરૂણી ઘરમાં જોવા ન મળતાં પરિવારે આજુબાજુ તથા ગામમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.
શોધખોળ દરમિયાન મધ્યપ્રદેશના ઢેકળ ગામનો દિનેશ શકરીયા બબેરીયા તરૂણીને પત્ની તરીકે રાખવા અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં તરૂણીના પિતાએ કતવારા પોલીસ મથકે દિનેશ શકરીયા બબેરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અપહરણની બીજી ઘટના સંજેલી તાલુકામાં બની હતી. જેમાં ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો અનિલ ભરત ગરાસીયા તા.20 મેના રજ બપોરના 12 વાગ્યાના અરસામાં તાલુકાના એક ગામની 15 વર્ષ અને 10 મહિનાની તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો.
આ સંદર્ભે તરૂણીના પિતાએ અનિલ ભરત ગરાસીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં સંજેલી પોલીસે અપહરણ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed