ક્રાઇમ: દાહોદમાં બેંક-રેલવેમાં નોકરીની લાલચ આપી 10.50 લાખ પડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રેલવેનો આપેલો ઓર્ડર લઇ નોકરી માટે જતાં નકલી નીકળ્યો
  • દેલસરના યુવક સામે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ

દાહોદમાં બેંકમાં અને રેલવેમાં નોકરી અપાવવાના બહાને યુવકને વિશ્વાસમાં લઇ તેની પાસેથી 10.50 લાખ લઇ SBIમાં નોકરી નહીં આપી તેમજ રેલવેનો નકલી ઓર્ડર આપી છેતરપિંડી કરી હતી. આ સંદર્ભે યુવકે દેલસર ગામના યુવક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ તાલુકાના દેલસર ગામના સરસ્વતી નગર-2માં રહેતા દિપેશકુમાર ઉર્ફે સોનુ ત્રિકમલાલ શર્માએ તા.9 ઓગસ્ટ’2018ના રોજ દાહોદ સોનીવાડમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતાં 33 વર્ષીય અંકુરકુમાર નટવરલાલ ગુજરાતીને વિશ્વાસમાં લઇ SBIમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી રૂપિયા 8 લાખ પડાવી લીધા હતા. બાદમાં SBIમાં નોકરી નહીં અપાવી તે પછી ફરીથી રેલવેમાં નોકરી અપાવવાનું કહી ફરીવાર અંકુરકુમારને વિશ્વાસમાં લઇ બીજી વાર 2.50 લાખ લઇ રેલવેમાં નોકરીનો બનાવીટ ઓર્ડર આપ્યો હતો.

જે ઓર્ડરના આધારે અંકુરકુમાર નોકરી માટે જતાં ઓર્ડર બનાવટી હોવાનું જાણવા મળતાં પોતાની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાનો અહેસાસ થતાં ગતરોજ અંકુરકુમારે દાહોદ શહેર પોલીસ મથકે દિપેશકુમાર ઉર્ફે સોનુ ત્રિકમલાલ શર્મા વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: