ક્રાઇમ: દાહોદથી ટ્રેક્ટર-મારગાળાથી મોટર સાઇકલની તસ્કરી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દ્વિચક્રી સાથે ચારચક્રી વાહન ચોરીની ઘટનામાં વધારો
- દેલસરમાંથી પણ એક દિ’ પહેલાં જીપની ચોરી થઇ હતી
દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન સાથે ચારચક્રી વાહનની ચોરીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. દેલસરમાંથી ક્રુઝર જીપ ચોરાયાના બીજા જ દિવસે દાહોદ શહેરમાંથી પણ એક ટ્રેક્ટરની ચોરી સામે આવી છે. આ ઉપરાંત મારગાળા ગામમાંથી પણ એક મોટર સાઇકલની ચોરી થઇ હતી. પોલીસે આ બંને ઘટના અંગે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ શહેરના પરેલ પ્રેમનગર સોસાયટીમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૦ ડિસેમ્બરના રોજ શહેરના દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રહેતા મકસુદઅહેમદ ઈબ્રાહીમ બજારીયાએ પોતાનુ મહીન્દ્રા સ્વરાજ ટ્રેક્ટર પરેલ વિસ્તારના પ્રેમનગર પાર્ક કરી રાખ્યુ હતું. રાતના સમયે તકનો લાભ લઇને કોઇ તસ્કરો આ ટ્રેક્ટરની ચોરી કરી ગયા હતાં.
સવારે ટ્રેક્ટર નહીં જોવા મળતાં તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઇ જ પત્તો મળ્યો ન હતો. અંતે મકસુદ અહેમદ બજારીયાએ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફતેપુરા તાલુકાના ફતેપુરાના પાટડીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા દિનેશભાઈ કમલાભાઈ ભાભોર કોઈ કામ અર્થે મારગાળા ગામે ગયા હતાં. ત્યાં પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી કામ પતાવવા માટે ગયા હોવાનો તસ્કરોએ લાભ લીધો હતો. દિનેશભાઈની લોક કરીને પાર્ક કરેલી મોટરસાઈકલની કોઇ તસ્કરો ચોરી કરી ગયા હતાં. શોધખોળ બાદ પણ મોટર સાઇકલનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. દિનેશભાઈ ભાભોરની ફરિયાદના આધારે ફતેપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed