ક્રાઇમ: ઝાલોદની 2 વ્યક્તિના ખાતામાંથી 94 હજારથી વધુ રકમ ઉપડી ગઇ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંને ઘટનામાં અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો
  • રાજસ્થાનની બેન્કના પટાવાળાનું નામ ખુલવાની શક્યતા

ઝાલોદ નગર સહિત તાલુકામાં વધુ બે વ્યક્તિના બેન્કના ખાતામાંથી 94 હજાર રૂપિયાથી વધુ રકમ 2020ના જુલાઇથી માંડીને 2021ના મે માસ દરમિયાન ઉપડી ગઇ હોવાની ફરિયાદો ઝાલોદ પોલીસ મથકે નોંધાઇ છે. હાલમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુના દાખલ કર્યા છે. જોકે, આ પ્રકરણમાં પણ રાજસ્થાનની બેન્કનો પટાવાળાનું નામ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર હાલ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે અને મુળ ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે રહેતાં 50 વર્ષિય ભરતભાઈ સુખાભાઈ ગામોડના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બેન્ક ખાતામાંથી ગત તારીખ 25 મે 2021 ના રોજ કોઈ અજાણ્યો વ્યક્તિ બેન્ક ખાતામાંથી રૂા.14500 ઉપાડીને ઠગાઈ કરી ગયો હતો. તેવી જ રીતે ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે કાનુગા ફળિયામાં રહેતાં 25 વર્ષિય સ્મિતાબેન નવલસિંહ બારીઆના સ્ટેટ બેન્ક ઓફિસ ઈન્ડિયાના ખાતામાંથી તારીખ 13 અને 14 જુલાઇ 2020 રોજ રૂપિયા 80084 ઉપડી ગયા હતાં.

આ મામલે સ્મિતાબેને પણ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ઘટનામાં અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, આ બંને પ્રકરણમાં હાલમાં જ એટીએમ ક્લોન કરીને રૂપિયાની ઠગાઇ કરતો રાજસ્થાનની બેન્કના પટાવાળાનું નામ ખુલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: