ક્રાઇમ: ઝાબુ ગામે રસ્તા પર ઊભા રાખી બાઇક લૂંટી યુવકનું અપહરણ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધાનપુરએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- 3 દિવસ સુધી નિકાલ નહીં આવતાં ફરિયાદ નોંધાવાઇ
ધાનપુર તાલુકામાં મહિલાને ભગાવી જવાની અદાવત રાખીને એક યુવકનું અપહરણ કરી જવા સાથે તેની બાઇક પણ લુંટી જવાઇ હતી. પંચો વચ્ચે કોઇ નિકાલ નહીં આવતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર તા. 23 મેના ના રોજ ગરબાડા તાલુકાના કુંડા ગામના જેસનભાઈ નાગજીભાઈ ભાભોર તેમજ તેમના બનેવી રાજસ્થાનના છાપરી ગામના રતનસિંહજી રાવત દાહોદ તરફથી જીજે-20-યુ-2913 નંબરની મોટર સાયકલ લઈને આવી રહ્યા હતા.
તે દરમિયાન ઝાબુગામે ધાનપુર તરફ જતા રોડ ઉપર ઝાબુ ગામના બચુભાઈ કનુભાઈ બચુભાઈ બારીયા, મુકેશભાઈ બચુભાઈ બારીયા, મુસ્તફા બચુભાઈ બારીયા, મનુભાઈ નબળાભાઈ બારીયાએ મોટરસાયકલને રોકીને જેશનભાઈને બે ત્રણ ઝાપટ મારી તેમના અપહરણ સાથે મોટર સાઇકલ પણ લુંટી ગયા હતાં. ચારેય જણા જેશનભાઇ નાગજી ભાભર અમારી વહુ ચંપાને ભગાડી લઇ ગયેલ છે એટલે અમે આજે જેશનભાઈ ભાઈને છોડવાના નથી અમારી વહુને સોંપીને તો જ પાછો આપીશું તેવી ધમકી આપી હતી.
આ બાબતે પંચ રાહે નિકાલ નક્કી કરવા માટે ગામના આગેવાનો તથા જાંબુ ગામના આગેવાનો ભેગા થયા હતા પરંતુ આ સામાવાળા બાઈક સોંપી દેવા પંચોની હાજરીમાં જણાવવા કહ્યુ હતું. ત્રણ દિવસ સુધી પંચ દ્વારા નિકાલ કરવા માટે એકઠા થયા હતા પરંતુ કોઇ નિરાકરણ નહીં આવતાં ઝાબુ ગામના ચારેય સામે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed