ક્રાઇમ: જાલત ગામમાં પુત્રના લગ્નની ખુશાલીમાં નાચતા પિતાને ભૂલથી ગોળી વાગતાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કુટુંબી ભત્રીજાએ વરરાજાના પિતા પાસેથી બંદૂક લઇ હવામાં ફાયરિંગ કર્યું હતું
  • 4થીએ ઘટના બની,11મીએ મોત, 15મીએ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો

દાહોદ તાલુકાના જાલત ગામે પુત્રના લગ્નના ચાંદલા વિધીના કાર્યક્રમ બાદ બીજા દિવસે વરરાજાના પિતા સહિત સગાસંબંધીઓ રાત્રીના સમયે નાચતા હતા. વરરાજાના પિતા બંદુક લઇ નાચતા હતા ત્યારે કુટુંબી ભત્રીજાએ તેમની પાસેથી બંદુક લઇ હવામાં ફાયરીંગ કરતાં બીજો રાઉન્ડ તેમને માથામાં વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

દાહોદ જિલ્લાના જાલત ગામના નવા ફળિયામાં રહેતા ગોરાભાઇ જળીયાભા બીલવાળના મોટા છોકરા અનુપભાઇના તા.3 મેના રોજ લગ્નના ચાંદલા વિધીનો પ્રોગ્રામ રાખ્યો હતો. જેમાં ચાંદલા વિધી પત્યા પછી બીજા દિવસે 4 તારીખે ગામના તથા સગા સંબંધીઓ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે નાચતાં હતા.

જેમાં ગોરાભાઇ પણ પોતાની લાયસન્સ વાળી બંદુક લઇને નાચતા હતા. તે દરમિયાન તેમના કુટુંબી ભત્રીજા નયનભાઇ સબુરભાઇ બીલવાળે ગોરાભાઇ પાસેથી તેમની બંદુક લઇ એક રાઉન્ડ હવામાં ફાયર કર્યુ હતું અને બીજો રાઉન્ડ ગોરાભાઇ નાચતા હતા હતા તેમની બાજુ ફાયર થઇ જતાં તેમને માથામાં વાગતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક રિક્ષામાં બેસાડી દાહોદના ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે વડોદરા લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન 11મી તારીખે તેમનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકની પત્ની સુમિત્રાબેન ગોરાભાઇ બીલવાળે કુટુંબી ભત્રીજા સામે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: