ક્રાઇમ: છોકરી મુદ્દે આગેવાની લેનાર યુવક ઉપર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મારામારી કરનારા 5 સામે ગુનો દાખલ

હડમતખુંટા ગામની મીટીંગમાં એક યુવકે આગેવાની લેતાં આ બાબતે અદાવત રાખી 7 વ્યક્તિઓ મારક હથિયારો ધારણ કરી ઘસી આવી હુમલો કર્યો હતો.

હડમતખુંટાનાં જીતેન્દ્રભાઈ ડામોર, મહેશભાઈ ડામોર, શિલ્પનભાઈ ડામોર, બચુભાઈ ડામોર, અંકિતભાઈ ડામોર અને બોરીદાના બ્રિજેશભાઈ ભાભોર અને ચિત્રોડિયાના અંકિતભાઈ કલારાએ ભેગા મળીને તા.૧૪મી જાન્યુઆરીના રોજ છગનભાઈ રંગજીભાઈ ડામોરના ઘરે ઘસી ગયા હતાં. ત્યાં ગાળો બોલી કહેલા લાગેલ કે, છોકરો યોગેશ જાફરપુરા ગામની બૈરી લઈ આવ્યો છે, તેમાં તમારો છોકરો ગીરીશ ઉર્ફે ગૌરાંગ ગામમાં મીટીંગ કરી કેમ આગેવાની લીધેલી છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો.ગીરીશ ઉર્ફે ગૌરાંગને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: