ક્રાઇમ: કુપડા ગામે લગ્ન પ્રસંગમાં જાહેરનામા ભંગની તપાસમાં પોલીસ ઉપર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હેડ કોન્સ્ટેબલને પીઠ તથા હાથની આંગળીઓ પર ઇજા, ગાડીનો કાચ તોડ્યો
  • ડીજે બંધ કરાવતાં ગ્રામજનોનો હુમલો, પોલીસે 17 લોકો સામે ગુનો નોંધ્યો

ફતેપુરાના કુપડા ગામે લગ્ન પ્રસંગમાં લોકોનો ભેગા કરી જાહેરાનામાનો ભંગ કરતા તપાસમાં ગયેલી પોલીસ ઉપર ગ્રામજનોએ હુમલો કરી પોલીસ કર્મીઓને ઇજા તેમજ સરકારી વાહનનો કાચ તોડી નુકસાન કર્યુ હતું. પોલીસે 17 લોકો સામે ગુનો નોંધ્યો હતો. ફતેપુરા તાલુકાના કુપડા ગામે રહેતા મણીલાલ દલાભાઈ ડામોરના ઘરે તા.29મીના રોજ તેના પુત્ર જીગ્નેશભાઈ ડામોરના લગ્ન હોઈ અને લગ્નમાં આશરે 200 જેટલા માણસો ભેગા થયા હતા અને કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરતા હોવાની જાણ ફતેપુરા પોલીસને થતાં ફતેપુરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.

પોલીસે જાહેરનામાનો ભંગ થતો અટકાવવા પ્રયાસ કરતા વિફરેલા ગ્રામજનોના 15થી વધુ લોકોના ટોળાએ કીકીયારીઓ કરી ‘તમે ડીજે બંધ કરાવાવાળા કોણ’ તેમ કહી પોલીસ પર પથ્થરમારો કરી હેડ કોન્સલ્ટેબલ મીલનકુમાર કડુભાઈને પીઠ તથા જમણા હાથની આંગળીઓ પર ઈજાઓ થઈ હતી. તેમજ અન્ય પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થઇ હતી. તેમજ સરકારી ગાડીનો આગળનો કાચ તોડી નાંખી 5000 રૂપિયાનું નુકસાન કર્યુ હતું. આ સંબંધે કુપડા ગામના મણીલાલ દલાભાઈ ડામોર સહિત 17 જેટલા લોકો સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: