ક્રાઇમ: કતવારા ગેસ એજન્સીમાં રાત્રે ચોકીદારને ધારિયું બતાવી રૂા. 61,900 મતાની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

કતવારામાં આવેલી ગેસ એજન્સી ઉપર દશ થી પંદર જેટલા લૂંટારૂઓ ધસી આવી એજન્સીના ચોકીદારને ધારીયુ બતાવી મારી નાખવાની ધમકી આપી તેની પત્નીએ પહેરેલા તોડા તેમજ ઓફીસમાંથી લેપટોપ, કોમ્પ્યુર, ડીવીઆર, રોકડા મળી કુલ 61,900ની ધાડપાડી તેમજ ડીવીની તોડફોડ કરી નાસી ગયા હતા.

કતવારાની જાનકીનાથ એચપી.ગેસ એજન્સીમાં ગતરાત્રીના સમયે 10થી 15 જેટલા લૂંટારૂઓ ધારીયા જેવા મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્યાર બાદ એજન્સી ઉપર ચોકીદારી કરતાં કાળુભાઇ જોતીયાભાઇ ડામોર તથા તેમની પત્ની કસનીબેને ધારીયુ બતાવીને નીચે દબાવી દીધા હતા અને હિન્દીમાં કહેલ કે બુમાબુમ કરોંગે તો માર ડાલેંગે તેમ કહી ત્રણ જણા ધારીયા લઇ તેમની પાસે ઉભા હતા અને તેમની ઉપર ધાબળો નાખી દીધો હતો અને કસનીબેને પહેરેલા ચાંદીના તોડા નંગ 2 ઉતારી લીધા હતા. તેમજ બીજા લૂંટારૂઓએ ઓફીસનો દરવાજો તોડી કોમ્પ્યુટર, લેપટોપ, રાઉટર, ડીવીઆર તેમજ રોકડ મળી કુલ 61,900ની ધાડ પાડી તથા ચોકીદારે તેના નજીકમાં બાંધેલા 4 બકરા, 3 બકરી, 1 બકરો લૂંટ કરી ગયા હતા. આ સંદર્ભે કાળુભાઇ જોતીયાભાઇ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: