ક્રાઇમ: ઉધાવળામાં વોટ નહીં આપતાં બચકું ભરી આંગળી જુદી પાડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અપક્ષ ઉમેદવારના સમર્થકો સામે ગુનો દાખલ કરાયો

દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે બોલેરો ગાડીમાં આવેલા અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ એક વૃદ્ધા સહિત બેને બચકા ભરીને ઘાયલ કરવા સાથે માર મારીને મોતની ધમકી આપી હતી.ઉધાવળાના મોટા ફળીયામાં રહેતા દશરથભાઈ રયલાભાઈ પટેલ, અર્જુન રયલાભાઈ પટેલ, ભોપતભાઈ કનુભાઈ પટેલ તથા હીતેશ બળવંતભાઈ પટેલે મતગણતરીના મધરાતના દશેક વાગ્યાના સુમારે જીજે17એન 529 નંબરની બોલેરો ગાડીમાં ફળીયામાં રહેતા સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલના ઘરે ગયા હતાં.

મારા મોટોભાઈ અપક્ષમા ઉમેદવારી કરી હતી. તો તમોએ મારા ભાઈને વોટ કેમ આપ્યો નથી અને બીજાને વોટ આપ્યો છે, તેથી મારો ભાઈ ચુંટણી હારી ગયો છે. ગાળો બોલી સંજયભાઈને દશરથભાઈ પટેલે જમણા હાથના અંગુઠાની બાજુમાં બચકુ ભરી લોહીલુહાણ કરી તથા અન્ય ત્રણ જણાએ ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ વખતે સંજયભાઈને છોડાવવા સુરેશભાઈ તથા તેના ઘરના વચ્ચે પડતા દશરથભાઈ પટેલે સુરેશભાઈની મા રેશમબેનને ડાબા હાથની પહેલી આંગળી ઉપર બચકુ ભરી આંગળી કાપી અલગ કરી નાખી હતી. બાકી ત્રણ જણાએ રેશમબેનને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી મોતની ધમકી આપી હતી. સુરેશભાઇએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: