ક્રાઇમ: અસાયડીમાં ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો LCBએ ઝડપ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફરાર બૂટલેગર વિરુદ્ધ ગુનો નોંધાયો

દેવગઢ બારિયાના અસાયડીમાંથી એક ઘરમાં છાપો મારી 67,070ની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો હતો. હાજર નહીં મળી આવેલ બુટલેગર વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.દાહોદ LCBનો સ્ટાફ ગતરોજ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે અસાયડી ભૂત ફળિયામાં રહેતો સચિન રાજેન્દ્ર જયસ્વાલ પોતાના રહેણાંક ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે રેઇડ કરતાં સચિનકુમાર રાજેન્દ્ર જયસ્વાલ ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો. ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂની તથા બીયરના ટીન મળી કુલ નંગ 456 જેની કિંમત 67,070ની મળી આવી હતી. જથ્થો કબજે લઇ હાજર નહીં મળી આવેલ બુટલેગર સચિનકુમાર જયસ્વાલ વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો નોંધાવતાં PSI એન.જે.પંચાલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: