ક્રાઇમ: અભલોડમાં 2 બાઇક પર આવેલા 4 યુવકોએ ટેમ્પોને રોકી લૂંટ ચલાવી
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- નમકીનના પડીકા વેચી તેના ઉઘરાણીના રૂપિયા અને મોબાઇલ લૂંટી ગયા
- બાઇક પર આવેલા 2એ ટેમ્પો રોક્યો અને બીજી બાઇકવાળાએ લૂંટ ચલાવી
દાહોદ જિલ્લાના અભલોડમાં બે બાઇક ઉપર આવેલા ચાર યુવકોએ રીક્ષા ટેમ્પો ચાલકને રોકી મારી નાખવાની ધમકી આપી માથામાં પાનુ મારી રોકડા રૂપિયા 25 હજાર તથા એક મોબાઇલ મળી કુલ 25,500ની લૂંટ કરી નાસી ગયા હતા.
દાહોદ તાલુકાના રળીયાતી ગામના શૈલેષભાઇ મનસુખભાઇ માવી તેના શેઠના ગોડાઉનમાંથી જીજે-17-યુયુ-6742 નંબરનો ટેમ્પોમાં નમકીનના પડીકા ભરી બપોરના સમયે જેસાવાડા આપવા માટે નીકળ્યા હતા. અને જેસાવાડાના કરિયાણાના અલગ અલગ વેપારીઓને માલ વેચી તેના ઉઘરાણીના રૂપિયા લઇને જેસાવાડાથી પરત દાહોદ આવતા હતા. ત્યારે સાંજના સમયે અભલોડમાં આવતાં બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર આવેલા બે યુવકોએ ટેમ્પોને ઓવરટેક કરી પોતાની મોટર સાયકલ આગળ ઉભી રાખી શૈલેષભાઇ પાસે આવી તારી પાસે જે કઇ છે તે આપી દે કહી તેમની પાસેનો મોબાઇલ ફોન લઇ સ્વીચ ઓફ કરી દીધો હતો.
આ દરમિયાન બીજી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર બે યુવકોએ આવી ટેમ્પોની સાઇડની સીટ ઉપર આવી ઉભા થઇ ગયા હતા અને ચારેય જણા કહેવા લાગેલ કશુ પણ બોલતો નહી નહી તો મારી નાખીશુ તેમ કહી પાછળથી આવેલા બન્ને યુવકોએ શૈલેષભાઇના માથામાં પાનુ મારી તેમજ ગડદાપાટુનો માર મારી ડ્રાઇવર સીટની બાજુમાં મુકેલ પ્લાસ્ટીકની થેલીમાં રૂપિયા 25,000 તથા શર્ટના ખિસ્સમાંથી મોબાઇળ મળી કુલ 25,500 રૂપિયાનો મુદ્દામાલ લૂંટીને બે યુવકો જેસાવાડા રોડ તરફ નાસી ગયા હતા અને બે યુવકો દાહોદ તરફ જતા રહ્યા હતા.
ઘટનાની જાણ શૈલેષભાઇએ તેમના શેઠને કરતા તેઓ તાત્કાલિક આવી ગયા હતા. આ સંદર્ભે શૈલેષભાઇ મનસુખભાઇ માવીએ જેસાવાડા પોલીસ મથકે બે બાઇક ઉપર આવેલા ચાર ચોર લૂંટારૂઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed