ક્રાઇમ: અપહરણ કરી સગીરા પર બે યુવકોનું દુષ્કર્મ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- દે. બારિયા તાલુકામાંંથી અપહરણ કરાયું
દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી 17 વર્ષિય સગીરાનું અપહણ કર્યા બાદ યુવકે તેની સાથે બળપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. વાસના સંતોષ્યા બાદ તેના જ ગામના યુવકને સગીરાને પત્ની તરીકે સોંપતા તેણે પણ પીંખી નાખી હતી. યુવકોથી છટકીને પરિવાર પાસે પહોંચેલી સગીરાએ અંતે બંને સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડભવા ગામનો રહેવાસી હરેશભાઈ ચીકાભાઈ બારીઆ 2 એપ્રિલના રોજ દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી 17 વર્ષિય સગીરાનું અપહરણ કર્યુ હતું. તકનો લાભ લઇને હરેશે આ સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તેણે પોતાના જ ગામમાં રહેતાં દલપત સાયબા બારિયાને સગીરાને પત્ની બનાવવા માટે સોંપી દીધી હતી. ત્યારે દલપતે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
તકનો લાભ લઇને પોતાના ઘરે ભાગી આવેલી સગીરાએ પરિવારને આપવીતિ વર્ણવી હતી. અંતે સગીરાની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે બંને યુવકો સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed