ક્રાઇમ: અપહરણ કરીને યુવતીને મધ્યપ્રદેશ લઇ જઇ દુષ્કર્મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • ગરબાડા તાલુકામાંથી યુવતીનું અપહરણ
  • દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ

દાહોદ તાલુકાના જેકોટ ગામે આશ્રમ ફળિયામાં રહેતો જયદિપભાઈ ગોપાલભાઈ ગોહિલે ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતીના ઘર તરફ આવ્યો હતો.યુવતીને મોબાઈલ ફોન ઉપર કોલ કરી ઘરની બહાર બોલાવી હતી. બળજબરીપુર્વક હાથ પકડી મારી યુવતીને નાંખવાની ધમકી આપી તેનું અપહરણ કરી લઈ મધ્યપ્રદેશના રોટલાગોળા ગામે લઈ ગયો હતો. ત્યાં યુવતીને ગોંધી રાખી તેની મરજી વિરૂદ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ હતું.

જયદિપની ચંગુલુમાંથી છુટી યુવતીએ પોતાના ઘરે આવી ઘટનાની જાણ પરિવારને કરી હતી. આ મામલે અંતે યુવતીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જયદીપ સામે દુષ્કર્મ અને અપહરણ અંગેનો ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: