ક્રાઇમ: અંગત અદાવતે મહિલા સહિત ત્રણ પર હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- ગલાલિયાવાડમાં બનેલો બનાવ
ગલાલિયાવાડ ગામે અંગત અદાવત રાખીને ચાર વ્યક્તિઓએ એક મહિલા સહિત ત્રણ જણા સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ બે મહિલા સહિત એકને પાવડાની મુદર, ચામડાના પટ્ટા, લાકડીઓ વડે તેમજ પથ્થરો વડે માર મારી ઘાયલ ક્રયા હતાં.
ગલાલીયાવાડના સચીન સાંસી, શંકર સાંસી, ભોલાસાંસી, તથા કૃણાલ સાંસી તા.૧૯મીના રોજ રંજનબેન પાસે આવ્યાં હતા અને કોઈ કારણોસર ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલવા લાગ્યા હતાં જેથી રંજનબેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલ ઉપરોક્ત ચારેય હથિયારો સાથે ઘસી આવ્યાં હતા અને રંજબેનને, રાજાભાઈને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ બાદ શંકરભાઈ અને કૃણાલભાઈ આરતીબેનને માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ ગયાં હતાં. આ સાથે જ ત્રણેયને દવાખાને ખસેડ્યાં હતાં. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Related News
રજૂઆત: હિરોલા-2ના મતદાન કેન્દ્રો પર બંદોબસ્ત-વીડિયોગ્રાફીની માગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
2015 જિલ્લા પંચાયતની ચૂંટણી: 2015ની ચૂંટણીમાં 805 મતદારો દ્વારા ‘નોટા’નાે ઉપયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
Comments are Closed