કૌભાંડ: કૌભાંડ મામલે ઔદ્યોગિક વિકાસ નિગમ સામે દાહોદ બેંક ઓફ બરોડાનું મૌન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પી ગોલ્ડ કંપની બોગસ હોવાની શંકા
  • દાહોદની BOBની ગફલતથી કૌભાંડ

દાહોદની પી ગોલ્ડ નામની કંપની 74.24 લાખ બોગસ ચેક બનાવી દહેજ પ્રોજેક્ટ હેઠળ જીઆઇડીસી વિભાગના ખાતા માંથી ઉપાડી લીધા હોવાની છેતરપિંડી ઘટના સામે આવતા અંકલેશ્વરમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ પ્રકરણમાં વધુ 49.60 લાખ રૂપિયા ચેક વડે ઉપાડવા જતા ભાંડો ફૂટ્યો હતો. જીઆઇડીસી વહીવટી સંકુલ ના બોગસ ચેક બનાવી બારોબર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે વિભાગ દ્વારા દાહોદની બેંક ઓફ બરોડા દ્વારા પી-ગોલ્ડના નામે રજુ થયેલા અન્ય બે બનાવટી ચેકોની બરાબર ચકાસણી કર્યા વગર રૂપિયા 74.24 લાખ જેટલી સરકારી નાણાની તબદીલી પી- ગોલ્ડના ખાતામાં કરી દીધી હતી. દાહોદની શાખાએ નિયમ અનુસાર જો ચકાસણી કરી હોત તો આ કૌભાંડ જ ના થાત તેવું ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.

આ સાથે બેન્ક ઓફ બરોડા પાસે તબદીલ થયેલી રકમની વારંવાર માગણી કર્યા છતાં તે પરત નહી કરી આ મામલે પી ગોલ્ડ કંપની સામે પણ કોઇ કાર્યવાહી કરી હોવાનું જણાવવાની દાહોદની બેન્કે તસ્નદી ન લઇને મૌન સાધી લેતા આશ્ચર્ય ફેલાયુ છે. દાહોદની પી-ગોલ્ડ કંપની બોગસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

દાહોદની બેન્કે કયા મુદ્દા ના તપાસ્યા

  • બનાવટી ચેકમાં સાત આંકડાનો નંબર હતો, ઓરીજનલ ચેક છ આંકડાનો હોય
  • બનાવટી ચેકમાં ખાતાનું નામ GIDC અંકલેશ્વર લખેલુ છે, ઓરીજીનલ ચેક ઉપર GIDC દહેજ પ્રોજેક્ટ છે.
  • બનાવટી ચેકમાં બંને અધિકારીની સહિ ખોટી છે અને હોદ્દાના સિક્કા પણ ખોટા છે
  • બેન્કની સિસ્મટમાં સહિત અને હોદ્દાના નમૂનાની તપાસ કરી હોત તો ખોટી સહિ ખબર પડી જાત
  • બનાવટી ચેકમાં NRDનો ઉલ્લેખ છે જ્યારે ઓરીજીનીલ ચેકમાં આવા કોઇ શબ્દોનો ઉલ્લેખ નથી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: