કોલ્ડ વેવ: દાહોદમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 9 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ગરમ વસ્ત્રોના બજારમાં લોકટોળા ઉમટતા કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડયા હતા.

  • કડકડતી શીતલહેરના લીધે દાહોદ શહેર ઠંડુંગાર બન્યું
  • ગરમ વસ્ત્રોની ખરીદી કરવા માટે ભીડ ઉમટી પડી

દાહોદ ‌શહેરમાં મંગળવારે પણ તાપમાનનો પારો ગગડતાં નગરજનોએ શિયાળાનો ચમકારો અનુભવ્યો હતો.સરકારી આગાહી મુજબ તા.28 થી 31 ડિસેમ્બર સુધી ઠંડીનો ચમકારો રહેવાનો હોઈ તે અંતર્ગત સતત બે દિવસથી દાહોદમાં શીતલહેર પ્રવર્તી રહી છે. દાહોદ શહેરમાં મંગળવારે હવામાં 45 % ભેજ સાથે વહેલી સવારે લઘુત્તમ 9 અને બપોરે મહત્તમ 25 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાતના સમયે અને વહેલી સવારે ઠંડીથી અસરગ્રસ્ત દાહોદવાસીઓએ થરથરાવતી ઠંડીની લહેરખીઓથી બચવા તાપણાં સળગાવ્યાં હતા.દાહોદમાં આ સિઝનમાં બીજી વખત તાપમાનનો પારો 10 સે.ગ્રે.ડિગ્રીથી નીચો જતા દાહોદવાસીઓ ઠુંઠવાયા હતા. શિયાળાની ચરમસીમા હોય તે રીતની ઠંડી પડતાં દાહોદ શહેરમાં દિવસભર લોકોને સ્વેટર અને ટોપી પહેરવા છતાંય ધ્રુજતા નજરે ચડયા હતા. અલબત્ત, ઠંડીના આ દિવસોમાં શહેરના સ્ટેશન રોડ ઉપર સ્વેટર-જાકીટ વગેરે વેચતા વેપારીઓને ત્યાં ગરમ વસ્ત્રો લેવા માટે લોકોના ટોળા ઉમટતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: