કોલ્ડ વેવ: દાહોદમાં ઋતુઓનો ત્રિવેણી સંગમ રચાયો 27 ડિગ્રી તાપમાન રહ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

શનિવારે દાહોદમાં ફરી એકવાર શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સવારે ઠંડી, બપોરે માવઠું અને બપોર બાદ ગરમી સાથે લોકોમાં સારી, ખાંસી, તાવ જેવા લક્ષણો વધ્યા હતા.દાહોદમાં શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ રચાયું હતું. તો બપોર બાદ માવઠાં રૂપે સાવ અચાનક જ ઝરમર છાંટા વરસ્યા હતા. તો બપોરે ત્રણ વાગ્યા બાદ મહત્તમ 27 સે.ગ્રે.ડિગ્રી સાથે તાપમાનનો પારો વધતા લોકો સાથે ગરમી વર્તાઈ હતી. આમ, એક જ સપ્તાહમાં બીજી વખત ઋતુઓના ત્રિવેણી સંગમના લીધે નગરજનો ત્રસ્ત બન્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: