કોર્ટનો નિર્ણય: ઝડપાયેલા રેમડેસિવિર કોર્ટની મંજૂરી સાથે સરકારી હોસ્પિટલમાં જમા કરાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માનવતાવાદી વલણ દાખવaી કોર્ટે હુકમ કરતાં તાત્કાલિક જમા કરાવ્યા
  • LCBએ ત્રણ દિવસ પૂર્વે 11 ઇન્જેક્શન સાથે એકને ઝડપી પાડ્યો હતો

દાહોદમાં 17મીના રાત્રીના ખાનગી દવાખાનામાં દાખલ દર્દીના સગાની ફરિયાદના આધારે એલસીબીએ ડમી ગ્રાહક મોકલી રેમડેસિવિર ઇજેક્શનોની કાળાબજારી કરતા રાબડાલના કમલેશભાઇ રાજપુરોહીતને 11 રેમડેસિવિર અને 75 હજારની રોકડ અને 1 મોબાઇલ મળી 1,39,400 નો મુદામાલ સાથે પકડી પાડયો હતો.

ત્યાર બાદ ના. પોલીસ મહાનિરીક્ષકભરાડા, દાહોદ પોલીસ અધિક્ષક જોયસરે રેમડેસિવિરનો જથ્થો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેવા જરૂરીયાતમંદને ઉપયોગમાં આવે તે માટે કોર્ટની પરવાનગી મેળવી દાહોદની ઝાયડસ સરકારી હોસ્પિટલમાં જમા કરાવવા સુચના કરતાં એલ.સી.બી. પી.આઇ. પી.એમ. મકવાણાએ કબ્જે લીધેલ રૂા.59,400ના 11 રેમડેસિવિર ઇન્જેકશન સરકારી હોસ્પિટલમાં જમા કરાવવા બાબતે દાહોદ ચીફ જ્યુડી મેજી.ની કોર્ટમાં રિપોર્ટ કરતાં ચીફ જ્યુડી મેજી. જે.વી.પરમારે માનવતાવાદી વલણ દાખવી કબ્જે લીધેલ રેમડેસિવિર તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલના જવાબદાર મેડીકલ ઓફિસરને સોંપવા હુકમ કરતાં પી.એસ.આઇ. પી.એમ.મકવાણાએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ઝાયડસ હોસ્પિટલ દાહોદને તાત્કાલિક ધોરણે જમા કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: