કોરોના સામે ગામડાં ગંભીર બન્યાં: ગુજરાતનાં 24 ગામડાં અને નાનાં શહેરોમાં સ્વૈચ્છિક તથા આંશિક લોકડાઉન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ3 કલાક પહેલા
- કૉપી લિંક

મલાતજમાં સ્વૈચ્છિક લોકડાઉન.
- કચ્છના મુંદ્રામાં પણ કેટલાંક ગામોમાં આંશિક લોકડાઉન જાહેર કરાયું છે
- આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ સ્વૈચ્છિક લોકડાઉન
ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં દિનપ્રતિદિન કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ વખતે કોરોના પહેલાં કરતાં વધારે ખતરનાક હોવાનું મનાઇ રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં અનેક સ્થળો પર બેદરકારી જોવા મળી રહે છે. તો બીજી તરફ, રાજ્યના કેટલાક ભાગોમાં લોકો જાતે જ ગંભીર બની રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય એ દિશામાં યથાયોગ્ય પગલાં ભરી રહ્યાં છે, જેમાં અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ, આંશિક લોકડાઉન જેવા નિર્ણયો લઇ રહ્યા છે.
મધ્ય ગુજરાત
આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા અને લિંગડા ઉપરાંત બોદાલ અને કાસોર ગ્રામ પંચાયતે પણ હાલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ખેડા જિલ્લાના ત્રણ તાલુકાનાં ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેમાં વસો તાલુકાના પીજ, કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાદવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના બલૈયા ગામમા તારીખ 1થી 5 લોકડાઉન કરાયું હતું, જે હવે ખોલી દેવાયું છે. ફતેપુરા તાલુકાના જ તાલુકા મથક ફતેપુરા,કરોડિયા પૂર્વ અને કાળિયા વલુનડામાં આજે 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે.

ફતેપુરા તાલુકાના બલૈયામાં ગ્રામજનોએ સ્વૈચ્છાએ લોકડાઉનનો નિર્ણય કર્યો.
કચ્છ-સૌરાષ્ટ્રમાં
જામનગરમાં મોટીબાણુગરમાં 1 અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે જામજોધપુરના ગોપમાં થોડા સમય પહેલાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું હતું. જૂનાગઢ જિલ્લામાં ટીકર, ધંધૂસર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે સાંતલપુરમાં પણ લોકડાઉન જાહેર કરવા અંગે બેઠક મળવાની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં વિવિધ એસોસિયેશન દ્વારા 12 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લીધો છે. ભુજના મુન્દ્રા તાલુકાના સાંઅઘોઘા ગામે 13 દિવસનું આંશિક લોકડાઉન ગ્રામપંચાયત દ્વારા લાદવામાં આવ્યું છે. કચ્છમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી સમાઘોઘા ગામે સરપંચ દ્વારા 6થી 18 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા સુધી બજારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

વંથલી તાલુકાના ટીકર ગામમાં આંશિક લોકડાઉનનો અમલ.
દમણમાં આજથી સાંજે 8થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ
દમણમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 3 કલાક વધારી દેવાયો છે. દમણમાં આજથી સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી દમણમાં કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે. પહેલાં રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યુ હતોદમણ વિસ્તારમાં સાહેલગાહ માણવા આવતાં સહેલાણીઓ આવતા હોય છે, જેથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા વધારે રહે છે, જેથી રાત્રિ કર્ફ્યૂ લદાયો છે. પહેલાં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં દમણમાં કોરોના સંક્રમણના આંકમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે, જેથી કર્ફ્યૂમાં 3 કલાકમાં વધારો કરાયો છે.
Related News
અપીલ: દાહોદમાં કોરોનાથી સ્થિતિ ન વણસે તેના માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
આગ: ઝાલોદ તાલુકાના ખેડામા કટાકડાના ગોડાઉનમા આગ લાગતા અફરા તફરી, સમયસર આગ કાબુમાં લેવાતા જાનહાનિ ટળી
Gujarati News Local Gujarat Dahod Rumors Of Fire In Katakada Godown In Kheda Of ZhalodRead More
Comments are Closed