કોરોના સંક્રમણ: સંજેલી તાલુકામાં 2 મહિનામાં 147 કન્ટેનમેન્ટ ઝોન નોંધાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
સંજેલી તાલુકામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે બે માસમા સરકારી આરોગ્ય વિભાગના દફ્તરે નોંધાયેલા 147 કન્ટેનમેન્ટ ઝોનની સાથે સાથે કોવિડ કેસ કુલ 382 નોંધાયા હતા. જ્યારે એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન 04 અને હાલમાં એક્ટિવ કેસ કુલ 11 છે. જ્યારે સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.એમ.લાર્સનની દેખરેખ હેઠળ કોરોના જેવી મહામારીમાં પણ બિંદાસ્ત રીતે ફરતા લોકોને પોલીસ જવાનોએ કોવિડ-19ની સમજ આપી માસ્ક પહેરવા, દો ગજ કી દુરી, કામવિના બજારમાં ફરવું નહીં જેવી સલાહ આપી હતી અને કડક હાથે કામ લેવામાં આવ્યું હતું.
એપ્રિલ અને મે માસમાં જાહેરનામા ભંગના કુલ 48 કેસો, જ્યારે માસ્ક પાવતીના કુલ 158, માસ્ક દંડના બે માસમા કુલ રૂપિયા 1,58,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે વાહન ડિટેઇન કેસમાં કુલ બે માસમાં 90, વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે આર.ટી.ઓ. દંડના બે માસમાં કુલ 45000 હજારના મેમા આપવામાં આવ્યા હતા.
તેમજ કોર્ટ દંડ પેટે એપ્રિલમાં 5,500 અને મે માસમા 2500, આમ કુલ 8000ના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. સંજેલી નગરમાં પોલીસ તંત્ર તરફથી દર શુક્રવારે ભરતા હાટ બજાર સરકારી ગાઈડ લાઈન મુજબ સંજેલી તાલુકામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે તેવા હાટ બજાર પર પ્રતિબંધ હોઈ શુક્રવારે હાટ ભરાય નહીં તેના પર સતત નજર રાખી રહી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed