કોરોના સંક્રમણ વધ્યુ: દેવગઢ બારીયાની બેન્ક ઓફ બરોડાના બે ઓફિસર સહિત પાંચ લોકોને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સિંચાઈ વિભાગના ચાર કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા દાહોદ પાલિકાના પૂર્વ પ્રમુખ પણ કોરોના સંક્રમિત થયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાની બેન્ક ઓફ બરોડાની શાખામાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યાની ખબરો સાથે જ બેન્ક આલમ સહિત નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ દાહોદની સ્ટેટ સિંચાઈ વિભાગમાં પણ કોરોનાએ પગપેસારો કરતાં ચાર કર્મચારીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તથા દાહોદ પાલિકાના માજી પ્રમુખ પણ કોરોના ગ્રસ્ત થયા છે.

દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. શાળા, કોલેજ સહિત સરકારી કચેરીઓના કર્મચારીઓ પણ આ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારબાદ મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારીયાની બેન્ક ઓફ બરોડાની શાખાના એક સાથે પાંચ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ પાંચ પૈકી બે ઓફિસર, એક કેશીયર, બે પટાવાળાનો સમાવેશ થાય છે.

આ સમાચાર વાયુવેગે પંથકમાં ફેલાતાં સૌ કોઈના જીવ તાળવે ચોટ્યાં હતાં અને ખાસ કરીને બેન્કના ખાતેદારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક આખી બેન્કમાં સેનેટરાઈઝરીંગ કરવાની કામગીરીનો આરંભ પણ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ દાહોદની સ્ટેટ સિંચાઈ ભાગમાં કોરોનાની એન્ટ્રી થતાં આ વિભાગના કાર્યપાલક ઈજનેર સહિત દાહોદ સબ ડિવીઝનના પાટાડુંગરીના સેક્શન ઓફિસર, લીમખેડાના સીનીયર ક્લાર્ક સહિત ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે. દાહોદ નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખ અભિષેક મેડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: