કોરોના સંક્રમણ: દાહોદ જિલ્લામાં નવા 16 કોરોના સંક્રમિતો નોંધાયા : કુલ 2222

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 179 થવા પામી છે

દાહોદ જિલ્લામાં મંગળવારે પણ સતત વધતા કેસની શ્રુંખલામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 852 સેમ્પલો પૈકી 10 અને રેપીડના 1515 સેમ્પલો પૈકી 6 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. દાહોદના 4, અને ગ્રામ્યના 1, ઝાલોદ ગ્રામ્યના 5, બારીયા ગ્રામ્યના 2, લીમખેડાના 1 અને ધાનપુરના 3 હોવાનું નોંધાયું હતું. આ સાથે જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 21 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. એક્ટિવ કેસોની સંખ્યા 179 થવા પામી છે. આ સાથે આજ સુધીના નોંધાયેલા કુલ 2222 દર્દીઓ પૈકી આજ સુધીમાં કુલ 82 કોરોનગ્રસ્ત દર્દીઓના મરણ થયા છે.

બેંકોની બહાર ગાઈડલાઈનનો ભંગ
દાહોદ ખાતે તંત્ર દ્વારા માસ્ક વિના ફરતા લોકોને રોકીને દંડ કરવા સાથે સોશિયલ ડિસ્ટંન્સિંગ નહીં જાળવનાર દુકાનોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હનુમાન બજારમાં આવેલ વિવિધ બેંકો ખાતે દરરોજ સવારથી લાંબી લાઈનો લાગે છે. આ લાઈનોમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટંન્સિંગનો ખુલ્લેઆમ છેદ ઉડતો જણાય છે.


Related News

Comments are Closed

%d bloggers like this: