કોરોના વોરિયર્સ: દાહોદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની ગંભીર સ્થિતિ છતાં જન્મદિવસ યાદ આવતાં જીવવાની જીજીવિષા જાગી

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
  • 17 દિવસથી દાખલ વૃદ્ધે 74મો જન્મદિન હોસ્પિટલમાં જ કેક કાપી ઉજવ્યો

દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમતા એક વૃદ્ધે પોતાનો 74 મો જન્મદિવસ પોતાને વધુ જીવન સાંપડે તેવી જીજીવિષા સાથે કેક કાપીને ઉજવ્યો હતો. દાહોદની ઝાયડસ સરકારી હોસ્પિટલના કોરોના વોર્ડમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તે પૈકી તાવ અને શ્વાસની તકલીફ સાથે હાલમાં ગંભીર જ કહી શકાય તેવી પરિસ્થિતિ ધરાવતા ચંદ્રવદનભાઈ કનૈયાલાલ દોશી નામે વૃદ્ધે તા.5 નવેમ્બરના રોજ પોતાનો 74 મો જન્મદિવસ હોસ્પિટલ પરિસરમાં રહેલા દર્દીઓ, તબીબો અને સ્ટાફ સાથે કેક કાપીને ઉજવ્યો હતો. પંદર દિવસ પૂર્વે તા. 20.10.’20 ના રોજ તાવ, શ્વાસની તકલીફ હોઈ કરાવેલા રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા ગોવિંદનગરમાં રહેતા ચંદ્રવદનભાઈ દોશીની પરિસ્થિતિ વધુ ગંભીર બનતા હાલમાં બાયપેપ વેન્ટીલેટર તેમજ HFNO ઉપર મુકવામાં આવ્યા છે.

વૃદ્ધ માટે આ જીજીવિષા ચમત્કાર રૂપ બની શકે છે
ડો.મોહિત દેસાઈ, તબીબ, ઝાયડસ હોસ્પિટલ-તા.20 ઓક્ટોબરે ગંભીર પરિસ્થિતિમાં લવાયા બાદ તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી‌. પરંતુ અત્યારે જોગાનુજોગ તેમની તબિયત પ્રમાણમાં ધીમે ધીમે સુધરી રહી છે અને તેમના જન્મદિવસે તેમને વધુ જીવવાની જીજીવિષા વ્યક્ત કરી છે તે જ તેમના માટે લાભદાયી નીવડી શકે છે.






Related News

Comments are Closed

%d bloggers like this: