કોરોના વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોરોનાની પ્રથમ રસી ડો. મોહીત દેસાઇને અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સમગ્ર જિલ્લામાં ચાર સ્થળે સાંસદ-ધારાસભ્યની હાજરીમાં આયોજન કરાયું
“કોરોના વેક્સિનનો ઉદય એટલે કોરોનાના અંતનો આરંભ” એ સૂત્ર સાથે સમગ્ર જિલ્લો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે તા.16.1.2021 ની મંગળ ઘડીએ દાહોદ જિલ્લામાં રસીકરણ સાથે કોરોનાના અંતની શરૂઆત થઇ હતી.
દાહોદ જિલ્લામાં ચાર સ્થળે રસીકરણનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, લીમખેડામાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, દેવગઢ બારિયામાં મંત્રી બચુભાઇ ખાબડ અને ફતેપુરામાં ધારાસભ્ય રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણનો આરંભ થયો હતો. દાહોદ શહેરમાં વેક્સિનેશનના શુભારંભ ટાણે કલેકટર વિજય ખરાડી, ડી.ડી.ઓ. રચિત રાજ, એસ.પી હિતેશ જોયસર, ઝાયડસના સી.ઓ.ઓ.ડૉ.સંજયકુમાર, સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વેક્સિનેશન રુમમાં જિલ્લામાં સૌપ્રથમ રસી લેવાનું સન્માન ડો. મોહિત દેસાઈને મળ્યું હતું. તો આ સાથે દાહોદ ખાતે દાહોદ આઈ.એમ.એ. પ્રમુખ ડો. કેતન પટેલ, ડો. નિલેશ ભૈયા, ઝાયડસ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. કમલેશ નીનામા, ડો. સંધ્યા જોષી, બીએચઓ ડો.ભગીરથ બામણિયા સહિતના 118 આરોગ્યકર્મીઓને તબીબોને રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ તમામને કોઇપણ પ્રકારની આડઅસર જોવા મળી ન હતી.
રસીકરણની પ્રક્રિયા શું છે
રસીકરણ કેન્દ્ર ખાતે સૌ પ્રથમ વ્યક્તિનું નામ-ઠામ વગેરે નોંધીને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યાર બાદ વ્યક્તિને 0.5 એમએલનો વેક્સિનનો એક ડોઝ આપવામાં આવે છે. ત્યાર બાદ અડધો કલાક સુધી વ્યક્તિને નિરિક્ષણમાં રાખ્યા બાદ બેઇઝ અને પ્રમાણપત્ર આપીને રજા આપવામાં આવે છે. ત્યાર બાદ જે તે વ્યક્તિએ 28 દિવસ બાદ ફરીથી વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહેશે. ઇન્ટ્રામસ્કયુલર પદ્ધતિથી કરવામાં આવતા આ રસીકરણથી શરીર પર કોઇ પ્રકારની નિશાની રહેતી નથી.
પ્રથમ 12898 લોકોનો સમાવેશ
સીરમ ઈન્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા કંપનીની કોવિશિલ્ડ નામે રસીના 15,880 ડોઝ દાહોદ જિલ્લાના ફાળે આવ્યા છે. જે પૈકી 12898 ડોઝ પ્રથમ તબક્કામાં આરોગ્ય ક્ષેત્ર અને આઈ.સી.ડી.એસ. સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને ફાળવવામાં આવનાર છે તો બીજા અને ત્રીજા તબક્કામાં 50 થી વધુ વયના 3,76,750 લોકો અને 50 થી ઓછી વયના કો-મોર્બિડ અંદાજે 11,871 લોકોને આ રસી અપાશે. ત્યારબાદ અને જરૂરિયાત ધરાવતા અન્ય લોકોને રસીકરણ કરવામાં આવનાર છે.
સાંજે 6.30 સુધીમાં કુલ 454 લોકોને રસી અપાઈ
દાહોદ જિલ્લામાં સાંજે હોસ્પિટલનો સમય પુરો થતા સુધીમાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે 118, બારીયામાં 100, ઝાલોદ સી.એચ.સી.ખાતે 136 અને ફતેપુરા સી.એચ.સી. ખાતે 100 મળીને કુલ 454 લોકોને રસીકરણ સંપન્ન થઇ ચૂક્યું છે. – ડો.આર.ડી.પહાડીયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed