કોરોના રસીની અછત: દાહોદમાં રસીનો બીજો ડોઝ લેવા આવેલા 150 જેટલા લોકો વિલા મોઢે પરત ફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં બે સ્થળે આયોજિત રસીકરણ કેમ્પનો 637 લોકોએ લાભ લીધો

દાહોદ નગર પાલિકા અને દાહોદ આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે શહેરમાં બે સ્થળોએ રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં બીજા ડોઝની રસી મુકાવવા આવેલાઓ પૈકી 28 થી 42 દિવસનો ગાળો ધરાવતા અનેક લોકોને સરકારની નવી ગાઇડલાઇન અનુસાર બીજો ડોઝ મુકાવવા માટે ઉપસ્થિત આરોગ્યકર્મીઓએ ના કહેતા આશરે 150 થી વધુ લોકોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. દાહોદની આર.એન્ડ એલ પંડયા હાઈસ્કૂલ ખાતે અને વોર્ડ નં.1, ગોદીરોડ સ્થિત ન્યુ સ્કવેર હોલ ખાતે તા.13 મે, ગુરુવારે સવારે 10 થી 5 સુધી પ્રથમ અને બીજો ડોઝ લેવા ઇચ્છુક 45 થી વધુ વયના નાગરિકો માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો.

​​​​​​​જેમાં ગુરુવારથી જ જાહેર થયેલ રસીકરણની નવી સરકારી ગાઈડલાઈન મુજબ નિયત દિવસ બાદ બીજો ડોઝ લેવા આવનારને આરોગ્યકર્મીઓ દ્વારા ડોઝ આપવાની ના કહેવાતા અનેક લોકોને ધરમધક્કો પડ્યો હતો. ગોદીરોડ ખાતે સ્થાનિક કાઉન્સિલર માસુમા ગરબાડાવાલાના વડપણ હેઠળ આયોજિત કેમ્પનો કુલ મળીને 350 લોકોએ લાભ લીધો હતો. તો આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ પરિસરમાં સ્થાનિક કાઉન્સિલરો ફાતેમા કપૂર, રંજનબેન રાજહંસ, હિમાંશુ બબેરીયા અને રાજેશ સહેતાઈના વડપણ હેઠળ આયોજિત કેમ્પનો 287 લોકોએ લાભ લીધો હતો. તો પ્રાપ્ત માહિતી મુજબ બંને‌ સ્થળે નવી ગાઈડલાઈન મુજબ જેમના પ્રથમ ડોઝને 42 દિવસ ન થયા હોય તેવા આશરે 150થી વધુ લોકોને નિરાશ વદને પરત ફરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: