કોરોના રસીકરણ: દાહોદના ઝવેરભાઇ કન્યા શાળા ખાતે કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
વિજપોલ પોલથી અકસ્માતનો ભય
- બપોર સુધીમાં જ 64 યુવાનો સહિત 92 લોકોએ વેક્સિન લીધી
કોરોનાની વેક્સિન વધુમાં વધુ યુવાનો લે એ માટે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદની નવજીવન સાયન્સ કોલેજ અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૨ ના સયુક્ત ઉપક્રમે આ વેક્સિનેશન કેમ્પ દાહોદના છાબ તળાવ પાસે આવેલા ઝવેરભાઇ કન્યાશાળા ભવન ખાતે યોજાયો છે. કોલેજમાં અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓ આ કેમ્પનો લાભ લે અને મોટાપાયે રસીકરણ અભિયાનમાં જોડાઇ એ ઉદ્દેશથી યોજાયેલા કેમ્પમાં બપોરના બે વાગ્યા સુધીમાં જ 64 યુવાનો સહિત 92 લોકોને કોરોનાની વેક્સિન આપ છે.
અત્રેના કેમ્પની જવાબદારી સંભાળતા એન.એસ.એસ. પી.ઓ. અને જિલ્લાના નોડલ પ્રોગામ ઓફિસર ડો. શ્રેયાંશ પટેલ જણાવે છે કે, આ રસીકરણ કેમ્પ ખાસ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. અમે દૈનિક 100 રસીકરણનું લક્ષ રાખ્યું હતું જે અડધા દિવસમાં જ હાસલ કરી લીધું છે.
યુવાનોનો વેક્સિનેશન માટેનો ઉત્સાહ જોતા નવજીવન સાયન્સ કોલેજ સિવાય પણ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ કેમ્પને આગામી દિવસોમાં ચાલુ રાખવાનું આયોજન છે. આ કેમ્પ ખાતે કોરોના રસીકરણ માટે યુવાનો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય પણ સીધા અત્રે પહોંચી જઇ વેક્સિન લઇ શકે છે. આ માટે આધારકાર્ડ કે કોઇ પણ ફોટો ઓળખપત્ર તેમજ મોબાઇલ સાથે લઇ જવાનો રહેશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed